બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ગુજરાત / Code of conduct applied in Gujarat, so many restrictions for government-ministers, no new work either

Election 2024 / ગુજરાતમાં આચારસંહિતા લાગુ, સરકાર-મંત્રીઓ માટે આટલી પાબંધીઓ, કોઈ નવું કામ પણ નહીં

Dinesh

Last Updated: 02:47 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

lok sabha elections 2024: આજથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, મંત્રીઓ રાજકીય પ્રવૃત્તિ માટે સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે નહીં

લોકસભાની ચૂંટણી જાહેર થતા ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આદર્શ આચારસંહિતા અમલી બનતા હવેથી મંત્રીઓ અને  સત્તાધીશો કોઈપણ નવી જાહેરાત નહીં કરી શકે. નવા ખાતમુહૂર્ત કે લોકાર્પણ પણ નહિ થઈ શકે. રાજ્ય સરકાર નીતિ વિષયક બાબતો કે નવી જાહેરાત નહીં કરી શકે. હેડ ક્વાર્ટરથી કચેરી સુધી જ મંત્રીઓ વાહનનો ઉપયોગ કરી શકશે.

મંત્રીઓ વાહનનો ઉપયોગ માત્ર હેડ ક્વાર્ટરથી કચેરી સુધી કરશે
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે સરકારી તમામ કાર્યક્રમો પણ આચરસંહિતાને લઈ હવે બંધ રહેશે. હેડ ક્વાર્ટરથી કચેરી સુધી જ મંત્રીઓ વાહનનો ઉપયોગ કરી શકશે. મંત્રીઓ રાજકીય પ્રવૃત્તિ માટે સરકારી વાહનનો ઉપયોગ નહીં કરી શકે તેમજ ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહન, હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ પણ નહીં કરી શકે. પ્રધાનમંત્રી કે રાજકીય મહાનુભાવો સુરક્ષાની દ્રષ્ટિએ સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે. અત્રે જણાવીએ કે, સરકારી કર્મચારી કે અધિકારીઓને ચૂંટણી પ્રચારમાં સાથે લઈ જઈ શકાશે નહી.

આદર્શ આચાર સંહિતામાં આ કાર્યો નહિ થાય

  • આચારસંહિતા લાગુ થયા બાદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થઈ શકશે નહીં.
  • રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈપણ નવી યોજનાનો અમલ કે જાહેરાત કરી શકતી નથી. 
  • આચારસંહિતા લાગુ થયા બાદ ઘણીવાર સરકારી કાયદાકીય કામો અટવાઈ જાય છે. જો કોઈ સરકારી કામ બાકી હોય તો તેને ઝડપથી પૂર્ણ કરો. 
  • રાજકીય પક્ષો તેમના પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી શકતા નહી. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઉમેદવારનું નામાંકન પણ રદ થઈ શકે છે.
  • રાજકીય પક્ષો મતદારો માટે મતદાન મથક સુધી જવા માટે વાહનોની વ્યવસ્થા કરી શકતા નથી.
  • ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળોના પ્રતિકનો ઉપયોગ કરવામાં આવશે નહીં. 
  • ચૂંટણીના એક દિવસ પહેલા દારૂ પર પ્રતિબંધ લાગી જાય છે. 
  • જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેને સરળતાથી જામીન મળતા નથી. ભલે તે કોઈ પણ હોય.

વાંચવા જેવું: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરે ગર્ભવતી મહિલા સાથે છેડતી કરી, પોલીસ કેસ દાખલ

ક્યાં સુધી અમલમાં રહેશે
ચૂંટણીની તારીખો જાહેર કરી છે. તેની સાથે જ આચાર સંહિતા લાગૂ થઇ ગઈ છે. આ વખતે આચાર સંહિતા આજથી એટલે કે 16 માર્ચ 2024થી લાગુ થઈ છે. કારણ કે ચૂંટણી પંચ આજે શનિવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, ચૂંટણીના પરિણામો આવે ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહે છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં જ આચારસંહિતાનો અંત આવી જાય છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ