બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Imran's supporters become murderers, fire with AK-47 in Peshawar clash with police, more than 4 dead

ઈમરાન ખાન અપડેટ / ખૂની બન્યાં ઈમરાનના સમર્થકો, પેશાવરમાં પોલીસ સાથેની ઝપાઝપીમાં AK-47થી કર્યું ફાયરિંગ, 4થી વધુના મોત

Priyakant

Last Updated: 04:59 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Imran Khan Update News: ઈમરાન ખાનની ધરપકડ બાયડ આર્મી કોર્પ્સ કમાન્ડરના ઘરની તોડફોડ કરી આગ લગાડવામાં આવી, પેશાવરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણમાં 4થી વધુના મોત

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશભરમાં હિંસા
  • પેશાવરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ
  • અથડામણમાં ચાર લોકોના મોત જ્યારે 9 લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું 
  • પ્રદર્શનકારીઓ એન-47થી ગોળીબાર કરતા પણ જોવા મળ્યા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે. પીટીઆઈના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આર્મી કોર્પ્સ કમાન્ડરના ઘરની તોડફોડ કરવામાં આવી હતી અને પછી આગ લગાડવામાં આવી હતી. પેશાવરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પ્રદર્શનકારીઓ એન-47થી ગોળીબાર કરતા પણ જોવા મળ્યા છે. દર્દીને ત્યાંથી પસાર થતી એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં આગ લાગી ગઈ છે. કરાચીથી ઈસ્લામાબાદ સુધી દેખાવો થઈ રહ્યા છે. ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતરેલા PTI સમર્થકોએ વડાપ્રધાન શાહબાઝ શરીફના ઘરને પણ આગ લગાવી દીધી છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીના ઘરની તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં 144 લાગુ કરવામાં આવી છે. શાળા-કોલેજો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. મોબાઈલ ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં ઘણા પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાથમાં લાકડીઓ લઈને પીટીઆઈ સમર્થકોને રોકવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા.

ઈમરાનની ધરપકડના વિરોધમાં લોકો વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાનના રાજદૂતના આવાસની બહાર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓએ ઈમરાનને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. બીજી તરફ પાકિસ્તાનમાં પીએમ શાહબાઝ શરીફના ઘરને પણ આગ લગાવવામાં આવી હતી. પાકિસ્તાનના એક અહેવાલ મુજબ ઈમરાન ખાનને ઈસ્લામાબાદમાં F8 કોર્ટ કોમ્પ્લેક્સની જગ્યાએ નવા પોલીસ ગેસ્ટ હાઉસ, પોલીસ લાઈન હેડક્વાર્ટરમાં રજૂ કરવામાં આવશે. પીટીઆઈના વકીલે દાવો કર્યો છે કે ઈમરાન ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશવ્યાપી હોબાળા વચ્ચે આજે સાંજે સેનાના કોર્પ્સ કમાન્ડરોની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર ઇમરાન 4-5 દિવસ સુધી NABની કસ્ટડીમાં રહી શકે છે.

ઈમરાન ખાનની ધરપકડ અને હાઈકોર્ટના ઝટકા બાદ પીટીઆઈ નેતાઓએ કહ્યું કે, તેઓ કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. નેતાઓએ પીટીઆઈ કાર્યકર્તાઓને શાંતિપૂર્વક વિરોધ કરવાની પણ અપીલ કરી છે. એક અહેવાલ મુજબ ઈસ્લામાબાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, પોલીસકર્મીઓને પોતાની સાથે હથિયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.  રેડ ઝોનમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પીટીઆઈ નેતા અને પૂર્વ મંત્રી અસદ ઉમરની પણ ધરપકડ
ઈસ્લામાબાદ પોલીસે પીટીઆઈ નેતા અને પૂર્વ મંત્રી અસદ ઉમરની પણ ધરપકડ કરી છે. અસદ ઉમરની ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી છે. અસદ પીટીઆઈ તરફથી સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે અને તેમની ગણતરી ઈમરાન ખાનના નજીકના મિત્રોમાં થાય છે. ઈમરાન ખાનને ઈસ્લામાબાદ પોલીસ લાઈન્સમાંથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) એ તેના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. ઈમરાનના વકીલે આનો વિરોધ કર્યો છે. ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં પીટીઆઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

1000 પ્રદર્શનકારીઓની ધરપકડ
પંજાબ પ્રાંતમાં લગભગ 1000 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. હિંસક દેખાવોમાં લગભગ 130 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઈમરાન ખાનની ધરપકડ બાદ બગડતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સેના તૈનાત કરવામાં આવી છે. લાહોર પોલીસનું કહેવું છે કે ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીના સમર્થકોએ શહેરના શાદમાન પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો છે. આ હુમલામાં પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજાને નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ