બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Imran Khan PAK Govt showed medical report claim

ખુલાસો / ઈમરાન ખાનનું મગજ ઠેકાણે નથી, કોકિન લે છે' PAK સરકારે મેડિકલ રિપોર્ટ બતાવી કર્યો દાવો

Kishor

Last Updated: 12:13 AM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટ જાહેર કર્યા હતા. જેમાં અનેક હડકંપ મચાવતા ખુલાસા થયા છે.

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો
  • ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટ જાહેર 
  • માનસિક સ્થિતિને લઈને પણ અનેક ખુલાસા થયા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ જ લેતો નથી. શુક્રવારે પાકિસ્તાન સરકારે ઈમરાન ખાનના મેડિકલ રિપોર્ટ જાહેર કર્યા હતા. જેમાં અનેક હડકંપ મચાવતા ખુલાસા થયા છે. ખાસ વાત એ  છે કે રિપોર્ટમાં તેઓની માનસિક સ્થિતિને લઈને પણ અનેક ખુલાસા થયા છે. એટલું જ નહીં ગત વર્ષે રેલી દરમિયાન લાગેલી ગોળીથી પગમાં ફેક્ચરને પણ ઢોંગ ગણાવ્યું હતું. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદીરે પ્રેસ કોન્ફરન્સ મારફતે ઇમરાન ખાનનો મેડિકલ રિપોર્ટ લોકો સમક્ષ રજૂ કર્યો હતો.

ભડકે બળ્યું પાકિસ્તાન: ઠેર-ઠેર ઈમરાન ખાનના સમર્થકોએ કરી હિંસા, પોલીસને ફાઇલ  ન મળતા લાહોર પાછા આવ્યા I Imran khan returned to his lahore house late  night from islamabad

9 મે ના રોજ તેમના યુરીન સેમ્પલ લેવામાં આવ્યું
અબ્દુલ કાદીરે માહિતી આપતા જણાવ્યું કે અલ કાદિર ટ્રસ્ટના કેસમાં સંડોવણી બદલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની ધરપડ કરાય છે. 9 મે ના રોજ તેમના યુરીન સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેની ચકાસણી દરમિયાન સામે આવ્યું કે તે કોકીન અને આલ્કોહોલ જેવા પદાર્થનું સેવન કરતો હતો. વધુમાં વરિષ્ઠ પાંચ ડોક્ટરોની પેનલે તેમની માનસિક સ્થિતિ અંગે પણ શંકા ઉપજાવી હતી. જેમા તેમનું મગજ બરાબર ન હોવાનો દાવો કરાયો છે


ખાનના પગના તોટેલા હાડકા અંગેના રિપોર્ટમાં ઉલ્લેખ ન હતો

ખાનના યુરિનના રિપોર્ટમાં આલ્કોહોલ અને કોકિંગ જેવા ઝેરી પદાર્થોની હાજરી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે મેડિકલ રિપોર્ટમાં તેમના પગમાં તોટેલા હાડકા અંગેના કોઈ પણ ઉલ્લેખ ન હોવા છતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી પગમાં પ્લાસ્ટર લગાવીને રાખે છે જે પણ શરમજનક બાબતો હોવાનું જણાવ્યું હતું.

ડૉક્ટર સામે શિસ્તભંગના પગલાં માટે પત્ર
મહત્વનું છે કે ગયા વર્ષે 3 નવેમ્બરે પંજાબ પ્રાંતમાં સંઘીય સરકાર સામેની કૂચ દરમિયાન ફાયરિંગ થયું હતું. જેમાં તેમને પગમાં ગોળી વાગી હતી. પટેલે કહ્યું, કે ક્યારેય કોઈને ત્વચા કે સ્નાયુ પરના ઘા પર પ્લાસ્ટર લગાવતા જોયા છે? હવે પાકિસ્તાન મેડિકલ એન્ડ ડેન્ટલ કાઉન્સિલ સંસ્થાને ડૉક્ટર સામે શિસ્તભંગના પગલાં માટે પત્ર લખશે. કારણ કે તેઓનો પગ ભાંગી ગયો તે વાત ખોટી હતી. ભ્રષ્ટાચારના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટથી ખાનની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી. પીટીઆઈ અને તેના સમર્થકો પરના ક્રેકડાઉન વચ્ચે ખાનનો મેડિકલ રિપોર્ટ રજૂ કરાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ