બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Important to know: Can I travel if the train ticket is lost or not? If you know the rules then there will be no problem

તમારા માટે ખાસ અગત્યનું / જો ટ્રેનની ટિકિટ ખોવાય જાય તો પણ મુસાફરી કરી શકાય ? આ નિયમો જાણી લેશો તો થશે ખુબ જ ફાયદો

Pravin Joshi

Last Updated: 03:42 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિયમ હેઠળ જો તમારી ટિકિટ ખોવાઈ જાય છે તો તમારે 50 રૂપિયાના દંડ સાથે નવી ટિકિટ લેવી પડશે. વાત એ છે કે જો તમે આવું ન કરો તો તમને રેલવેના નિયમો હેઠળ માત્ર 50 રૂપિયા જ નહીં પરંતુ તેનાથી પણ ઘણો વધારે દંડ થઈ શકે છે.

  • ટ્રેનની ટિકિટ ખોવાય જાય તો પણ કરી શકાશે મુસાફરી
  • તમારે 50 રૂપિયાના દંડ સાથે નવી ટિકિટ લેવી પડશે
  • જો ટિકિટ ન લેવામાં આવે તો થઈ શકે છે મોટો દંડ

ભારતીય ટ્રેન દરરોજ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. ટ્રેનમાં AC સુવિધા, કેટરિંગની વ્યવસ્થા, કન્ફર્મ સીટ અને ટોયલેટ જેવી સુવિધાઓને કારણે પ્રવાસ વધુ આરામદાયક બને છે. તમે તેમાં સ્લિપરથી લઈને એસી ક્લાસ સુધી મુસાફરી કરી શકો છો. જો તમારે ટ્રેનની ટિકિટ થોડી વહેલી કાઢી લેવી પડે, કારણ કે ઘણા એવા રૂટ છે કે જેના પર ટ્રેનની ટિકિટ મેળવવી થોડી મુશ્કેલ લાગે છે. જો કે હવે લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આજે પણ એક મોટો વર્ગ સ્ટેશન પર જઈને કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય તો શું થશે? આવી સ્થિતિમાં તમે મુસાફરી કરી શકશો કે નહીં? તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે આ અંગે રેલવેના નિયમો શું કહે છે. આગળની સ્લાઈડ્સમાં તમે આ વિશે જાણી શકો છો...

ગુજરાતથી જતી અનેક ટ્રેનોમાં રેલવેએ કર્યો મોટો બદલાવ, મુસાફરોને મળશે આ મોટો  ફાયદો | north western railway will add additional coaches in four pairs of  trains

નિયમ શું કહે છે?

ધારો કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને તમારી ટિકિટ ખોવાઈ ગઈ છે, તો આવી સ્થિતિમાં પણ તમે ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. હા, તે એટલા માટે છે કારણ કે રેલ્વે નિયમ તમને આમ કરવાની મંજૂરી આપે છે.

Indian Railway | VTV Gujarati

50 રૂપિયાના દંડ સાથે નવી ટિકિટ લેવી પડશે

આ નિયમ હેઠળ જો તમારી ટિકિટ ખોવાઈ જાય છે તો તમારે 50 રૂપિયાના દંડ સાથે નવી ટિકિટ લેવી પડશે. હવે તમે વિચારતા હશો કે તમારે દંડ ભરીને નવી ટિકિટ ખરીદવી પડશે. આવી સ્થિતિમાં તમારે એક વાત જાણવી જોઈએ. વાત એ છે કે જો તમે આવું ન કરો તો તમને રેલવેના નિયમો હેઠળ માત્ર 50 રૂપિયા જ નહીં પરંતુ તેનાથી પણ ઘણો વધારે દંડ થઈ શકે છે.

Indian Railway | VTV Gujarati

TTE નો સંપર્ક કરો

જો મુસાફરી દરમિયાન તમારી ટિકિટ ખોવાઈ જાય, તો તમારે TTE ને મળવું પડશે અને તેમને કહેવું પડશે કે તમારી ટિકિટ ખોવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં TTE તમને નવી ટિકિટ આપે છે. જો તમે ઈચ્છો તો નવી ટિકિટ બુક કરાવતી વખતે તમે તમારું ડેસ્ટિનેશન સ્ટેશન પણ બદલી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે દિલ્હીથી કાનપુર જઈ રહ્યા હતા, પરંતુ જો તમે ઇચ્છો તો તમે દિલ્હીથી વારાણસીની નવી ટિકિટ પણ બનાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ