બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Important news for e-vehicle owners in Ahmedabad, E-vehicle will now be charged in just 35 minutes

સુવિધા / અમદાવાદીઓ માટે ગુડ ન્યૂઝ! પેટ્રોલ પંપની જેમ ઠેર ઠેર હશે ચાર્જિંગ સ્ટેશન, પહેલું ચાર્જિંગ મફત, પછી લેવાશે આટલા રૂપિયા

Malay

Last Updated: 03:55 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedadbad News: અમદાવાદમાં ઈ-વ્હિકલ ધારકો માટે સારા સમાચાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્રહલાદનગર, સિંધુ ભવન, ગુરૂકુળ સહિતના વિસ્તારોમાં શરૂ થઈ જશે ચાર્જિંગ સ્ટેશનો.

  • ઈ-વ્હિકલ ધારકો માટે મહત્વના સમાચાર
  • શહેરમાં 12 ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાયા
  • PPP ધોરણે ઇ-વેમ્પ કંપની પૂરી પાડશે સેવા 

Ahmedadbad News: દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિગ અંગે વધી રહેલી જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ઈ-વ્હિકલ માટે 24 ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. AMCએ કુલ 24 ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાંથી હાલમાં 12 સ્ટેશન પર કામ ચાલી રહ્યું છે.  

ઈ-વ્હિકલ હવે માત્ર 35 મિનિટમાં થશે ચાર્જ 
અમદાવાદના પ્રહલાદ નગર, સિંધુભવન, ગુરુકુળ સહિતના વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરાયા છે. AMCએ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન માટે ઈ-વેમ્પ નામની ખાનગી કંપનીને કામ સોંપ્યું છે. AMC દ્વારા PPP ધોરણે ઇ-વેમ્પ કંપની સેવા પૂરી પાડશે. આ ચાર્જિંગ સ્ટેશન શરૂ થયા બાદ EV 35 મિનિટમાં ચાર્જ થઈ જશે. આ ચાર્જિંગ સ્ટેશનો પર પહેલીવાર ફ્રી ચાર્જિંગ કરી આપવામાં આવશે. જ્યારે 5 ચાર્જિંગ સુધી 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

12 લોકેશન કરાયા છે શોર્ટલિસ્ટ
આ અંગે ઇ વેમ્પ કંપનીના ફાઉન્ડર દેવાંશ શાહે જણાવ્યું કે, અત્યારે અમદાવાદના 12 લોકેશન શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સિંધુભવન, ઇન્કમટેક્સ, પ્રહલાદનગર, નરોડા, નિકલો, સીટીએમ વગેરે  વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. ચાર્જિંગ સ્ટેશન શરૂ થયા બાદ ચાર્જિંગ સ્ટેશનો પર પહેલીવાર ચાર્જિંગ કરાવતા વાહનચાલકોને ફ્રી ચાર્જિંગ કરી આપવામાં આવશે. જ્યારે 5 વખત વાહનોને ચાર્જિંગ કરવા સુધી 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેવી અલગ અલગ ઓફરો વાહનચાલકોને આપવામાં આવશે. 

દેવાંશ શાહ (ફાઉન્ડર, ઇ વેમ્પ કંપની) 

જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
હાલની તારીખમાં ગુજરાતમાં અમારા 18થી વધારે ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે. જેમાં ઈસી ચાર્જિગ અને ડીસી ચાર્જિંગનો સમાવેશ થાય છે. ઈસી ચાર્જિંગમાં વાહનો સ્લો ચાર્જ થાય છે, જેથી તેનો ભાવ 15-17 રૂપિયા પર યુનિટ છે. જ્યારે ડીસી ચાર્જરને ફાર્ટ ચાર્જર તરીકે ગણાય છે, જે 30થી 45 મિનિટમાં ગાડીઓને ફૂલ ચાર્જ કરી નાખે છે. તેનો ભાવ હાલમાં 20-21 રૂપિયા પ્રતિ યુનિટ રાખવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ