બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / imf officer said that india is doing better if compared to other countries

BIG NEWS / અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં ભારત દુનિયાભરમાં નંબર-1: IMF ના આંકડામાં USA-UK, ચીન સહિત તમામ દેશો પછડાયા

Khevna

Last Updated: 12:31 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMFએ ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કર્યો છે તથા જણાવ્યું છે કે જ્યારે બીજા દેશોમાં મંદી જોવા મળે છે. ત્યારે ભારતની સ્થિતિ સારી છે.

  • IMFએ ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કર્યો
  • અન્ય દેશો કરતાં ભારતની પરિસ્થિતિ સારી - IMF અધિકારી 
  • અમેરિકા, યૂરોપીય સંઘ, ચીનને લઈને IMFએ વ્યક્ત કરી ચિંતા 

આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ(IMF)એ ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કર્યો છે. જોકે, IMFના એક અધિકારી કહ્યું છે  કે અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ સારી જોવા મળી રહી છે. IMFના એક અધિકારીએ મંગળવારે કહ્યું હતું કે  દરેક દેશની આર્થિક વિકાસના મામલામાં ધીમી ગતિ છે, પણ ભારત પર તેનો પ્રભાવ પડ્યો નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થાના અધિકારીએ કહ્યું છે કે અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. 

IMFના અધિકારીનું અનુમાન 
IMFના એશિયા અને પ્રશાંત વિભાગના ડાયરેક્ટર કૃષ્ણા શ્રીનિવાસને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અત્યારે વૈશ્વિક સ્થિતિ  મોટી સમસ્યા છે. તેમણે કહ્યું હતું કે મોંઘવારી ભલે વધી ગઈ છે, પણ દુનિયાના ઘણા હિસ્સાઓમાં વિકાસ તો ધીમી ગતિથી જ થઈ રહ્યો છે. 

IMFએ ઘટાડ્યું ભારતના વૃદ્ધિ દરનું અનુમાન 
જણાવી દઈએ કે એવો પણ સમય હતો કે જ્યારે IMFએ વર્ષ 2022 માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 6.8 ટકા કર્યું હતું. જ્યારે આ પહેલા જુલાઈમાં  ભારતનો વૃદ્ધિ દર 7.4 ટકા રહેવાનું અનુમાન હતું. IMFના અધિકારીએ કહ્યું કે આ વર્ષે અથવા આવતા વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થા  માટે જવાબદાર ઘણા દેશો મંદીના લપેટામાં આવી જશે. તેમણે કહ્યું કે મોંઘવારી ઝડપથી વધી રહી છે, તો આ એક વ્યાપક સમસ્યા બની શકે છે. 

ભારતમાં સુધરી રહી છે સ્થિતિ 
અધિકારીએ કહ્યું કે આજે જ્યાં લગભગ દરેક દેશની આર્થિક વિકાસની રફતાર ધીમી છે,  એવામાં ભારતનું પ્રદર્શન સારું છે.  ભારત અન્ય દેશોની સરખામણીમાં ઉજ્જવળ સ્થાન પર છે. શ્રીનિવાસને દુનિયાની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ-  અમેરિકા, યૂરોપીય સંઘ અને ચીનને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે અહીં સ્થિતિ બગડી શકે છે. 

ફુગાવાનું અનુમાન 
IMFએ કહ્યું કે વર્ષ 2022- 23માં ભારતમાં ફુગાવો 6.9 ટકા રહેવાનું અનુમાન છે. ભારતમાં ફુગાવો 2023-24માં ઘટીને 5.1 ટકા થઈ શકે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ