VTV વિશેષ /
વધુ એક IITianનો આપઘાત, આ મૃત્યુ પાછળનું સામાજિક કારણ જાણશો તો ખુબ દુઃખ થશે
Team VTV06:39 PM, 13 Nov 19
| Updated: 06:41 PM, 13 Nov 19
ભારતની પ્રતિષ્ઠિત યુનિવર્સીટી IIT મદ્રાસ એક વર્ષમાં 5 આપઘાતના બનાવો સાથે ચર્ચાનું કેન્દ્ર બની છે. 9 નવેમ્બરે humanities and development studiesનો ઇન્ટીગ્રેટેડ કોર્સ કરેલી રહેલી પહેલા વર્ષની વિદ્યાર્થીની ફાતિમા લતિફે આત્મહત્યા કરી લેતા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
IIT મદ્રાસની વિદ્યાર્થીની ફાતિમા લતિફે તેના હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જેના પગલે હોબાળો મચી ગયો હતો. 19 વર્ષીય ફાતિમાના પિતા અબ્દુલ લતિફે જણાવ્યું હતું કે તેણે તેના ફોનમાં સુસાઇડ નોટ મૂકી હતી જેમાં તેણે તેના પ્રોફેસર ઉપર આક્ષેપ મુક્યો હતો. આ પ્રોફેસર બીજા વિદ્યાર્થીઓને પણ રડાવતા હતા અને ફાતિમા રોજ 9 વાગે મેસના હોલમાં આ ત્રાસથી રડતી હતી. પોલીસને CCTV ફૂટેજ જોવાની અબ્દુલે માંગ કરી હતી.
આ માટે વધુ તપાસ કરવા લતિફના પરિવારે કેરાલાના મુખ્યમંત્રી પિનારાયી વિજયન અને નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. આ સાથે જ IIT મદ્રાસના સત્તાધીશોએ જણાવ્યું હતું કે કોલેજના તમામ પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓને આઘાત લાગ્યો છે કારણ કે તેણે કેમ આપઘાત કરવો પડ્યો તે કોઈ જાણતું નથી. IIT JEEની નેશનલ એક્ઝામમાં ફાતિમા ટોપર તરીકે ઉભરી આવી હતી.
મૃતક ફાતિમા લતિફ
છેલ્લા એક વર્ષમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અદિતિ સિન્હા, PhDના વિદ્યાર્થી રંજન કુમારી, M Techના ગોપાલ બાબુ અને ઓશન એન્જિનિરીંગ એસ શહલ કોરમથ આટલા વ્યક્તિઓએ પહેલેથી જ આ કેમ્પસમાં આપઘાત કરી લીધો છે.
આ પહેલા પણ આ સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે નકારાત્મક વાતાવરણ અને લઘુમતી ધર્મો અને જાતિઓના વર્ગ માટે ખરાબ પરિસ્થતિ અંગે બૂમો ઉઠી હતી.
દેશના ટોચના વિદ્યામંદિરમાં પ્રચુર જ્ઞાતિવાદ
દેશના વિદ્યાર્થીઓ તમામ પડકારો પર કરીને, વિશ્વની સૌથી અઘરી ગણાતી એવી IIT JEEની પરીક્ષા પાસ કરીને અહીં પ્રવેશ મેળવે છે પરંતુ જ્ઞાતિવાદ હોવાની ફરિયાદો છે.
આ સંસ્થાને "અગ્રહરમ" એટલે કે તમિલ ભાષામાં બ્રાહ્મણોના રહેવાની જગ્યા કહેવામાં આવે છે. બ્રાહ્મણો પ્રત્યેના આ પૂર્વગ્રહના કારણે લઘુમતી વિદ્યાર્થીઓએ અહીં આંબેડકર પેરિયાર સ્ટડી સર્કલ જેવા જૂથો બનાવ્યા છે. આ સંસ્થાની લોકો Iyer Iyengar Technology કહીને મજાક ઉડાવે છે. નોંધનીય છે કે ઐયર અને આયંગર તામિલનાડુની બ્રાહ્મણ જ્ઞાતિની અટક છે.
બીજી ભારતીય કોલેજોમાં પણ આ સમસ્યા
આ વર્ષે BYL નાયર જનરલ હોસ્પિટલની પાયલ તડવીને તેના ક્લાસમેટ્સ વડે થતી સતત જ્ઞાતિને લગતી શાબ્દિક પજવણીના કારણે તેણે આપઘાત કરી લીધો હતો. 2016માં PhDના વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાએ દેશમાં હોબાળો મચાવી દીધો હતો. તેણે અનુસૂચિત જ્ઞાતિ સામે થઇ રહેલા પૂર્વગ્રહો અને પજવણીને કારણભૂત જણાવીને લખ્યું હતું કે આ પજવણી કરતા અમને પ્રવેશપત્ર આપતા પહેલા ઝેર આપી દો એ વધુ યોગ્ય છે.
અઘરી પ્રવેશ પરીક્ષા, સતત વ્યસ્ત રાખતા અભ્યાસક્રમો ઉપરાંત માર્કેટમાં જોબ ન મેળવી શકવાના કારણે વિદ્યાર્થીઓના તણાવમાં ઓર વધારો થાય છે. જુલાઈમાં IITના એક વિદ્યાર્થીએ આત્મ હત્યા કરીને ચિઠ્ઠીમાં તેના મિત્રોને જણાવ્યું હતું કે સારી IT સેક્ટરની કંપનીમાં નોકરી એ જ ફક્ત જીવન નથી.
અહીં નોંધનીય છે કે 2008 થી 2011 સુધીના ગાળામાં IITs, NITs અને IIMsમાંથી કુલ 26 આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે. આ પૈકી 16 કિસ્સાઓ ફક્ત IITના જ હતા.