બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / If you want to keep your teeth healthy for a long time, then start eating these things today, they will stay bright till old age

હેલ્થ ટીપ્સ / દાંતને લાંબા સમય સુધી સારા રાખવા છે તો આજે આ વસ્તુઓ ખાવાની શરૂ કરી દો, ઘરડી ઉંમર સુધી ચમકતા રહેશે

Megha

Last Updated: 02:12 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકો દાંતના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપતા નથી અને તેના કારણે જ નાની ઉંમરે દાંતમાં દુખાવો અને બ્લીડિંગની સમસ્યા નો સામનો કરવો પડે છે.

  • લોકો દાંતના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપતા નથી
  • વિટામિન્સની ઉણપને કારણે દાંતની સમસ્યાઓનો સામનો કરવો પડે
  • દાંતની સફાઇ પણ જરૂરી 

આપણા માનવીય શરીરમાં ઘણા અવયવો અને હિસ્સાઓ છે અને તેમાંથી એક છે દાંત. આપણે બધા જાણીએ છીએ કે દાંત આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. લાંબી ઉંમર સુધી સ્વાદિષ્ટ ખોરાકની મજા માણવા માટે દાંતને દરેક કિંમતે સુરક્ષિત રાખવા પડે છે. સાથે જ આપણી સ્માઇલ સારી દેખાવવામાં દાંત ઘણો મહત્વનો હિસ્સો ભજવે છે.  મોંની સફાઈનું પોતાનું મહત્વ છે અને જો તેના પર ધ્યાન ન આપવામાં આવે તો મોં માંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગે છે અને તેને કારણે લોકો વચ્ચે નીચું જોવા જેવુ પણ થાય છે. કેટલાક લોકો દાંતના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપતા નથી અને તેના કારણે જ નાની ઉંમરે દાંતમાં દુખાવો અને બ્લીડિંગની સમસ્યા નો સામનો કરવો પડે છે. 

દાંત માટે પોષણ જરૂરી 
દાંતના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું છે તો દાંતનેયોગ્ય પોષણ આપવું પણ જરૂરી છે. ઘણા વિટામિન્સની ઉણપને કારણે દાંતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેને કારણે પાયરિયા જેવી બીમારી પણ થઈ શકે છે. કયા વિટામીન્સની ખામીથી પાયરીયા થાય છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. 

આ વિટામીન્સની ખામીથી થાય છે પાયરીયા 

1. વિટામિન B12
જણાવી દઈએ કે વિટામિન B12 દાંતના સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ વિટામિનની ખામી થવા પર દાંતની રોગપ્રતિકારક શક્તિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તે નબળા પડવા લાગે છે. એટલા માટે દૈનિક તમારા આહારમાં દૂધ, મિલ્ક પ્રોડક્ટ્સ અને ફેટી માછલીનો સમાવેશ કરવો જરૂરી છે.

2. વિટામિન સી
પાયરિયા થવાનું મુખ્ય કારણ વિટામિન સીની ઉણપ છે આમ પણ કહી શકીએ. જણાવી દઈએ કે વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે અને તેમાં રહેલા ગુણો આપણને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે.  વિટામિન સીની ઉણપ દૂર કરવા માટે નારંગી, લીંબુ અને દ્રાક્ષ સહિત ખાટી વસ્તુઓ ખાવી જોઈએ. 

3. વિટામિન ડી
આપણા હાડકાંની મજબૂતી અને સારા સ્વાસ્થ્ય માટે વિટામિન ડી જરૂરી છે અને આપણા દાંત પણ આપણા હાડકાંનો ભાગ છે. વિટામિન ડી મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે વહેલી સવારે 15 થી 20 મિનિટ માટે તડકામાં બહાર જવું જોઈએ. 

દાંતની સફાઇ પણ જરૂરી 
જરૂરી પોષક તત્વો દ્વારા આપણા દાંતનું સ્વાસ્થ્ય આંતરિક રીતે સારું રહે છેપણ દાંતની બહારની સફાઇ માટે પણ મહેનત કરવી પડે છે. સવારે ઉઠ્યા પછી અને રાત્રે સુતા પહેલા બ્રશ કરવું જોઈએ અને ખોરાક ખાધા પછી સારી રીતે કોગળા કરવા જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Healthy Teeth Teeth દાંત દાંતની સફાઈ Healthy Teeth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ