બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / If you have this plant inside your house, remove it, according to Vastu Shastra, it is inauspicious for the family

તમારા કામનું / જો તમારા ઘરની અંદર આ છોડ હોય તો કાઢી નાખજો, વાસ્તુશાસ્ત્ર મૂજબ પરિવાર માટે અશુભ

Published By: Vishal Dave

Last Updated: 04:51 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુલસી, મની પ્લાન્ટ જેવા છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા આપે છે સાથે તેને વાસ્તુમાં શુભ પણ માનવામાં આવે છે પરંતુ કેટલાક પ્રકારના છોડ ઘરમાં હોય તો તે નકારાત્મકતા ફેલાય છે

હિન્દુ ધર્મ અનુસાર, વાસ્તુશાસ્ત્ર લોકોના જીવનમાં ખૂબ ઉપયોગી સાબીત થાય છે. કેમ કે તેમાં ઉલ્લેખ કરેલો છે કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં હોવી જોઈએ. જો વાસ્તુ મુજબ ઘરની અંદરની ગોઠવણ અને બનાવટ હોય તો પરિવારને તેની સકારાત્મક ઉર્જા મળે છે, ના હોય તો ઘર -પરિવારમાં નકારાત્મકતા ફેલાય છે અને નુકસાન પણ આવે છે. વાસ્તુમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેને ઘરમાં રાખવાથી ભાગ્ય ખુલી જાય છે. પરંતુ કેટલાક એવા છોડ છે, તે જો ઘરમાં હોય તો નકારાત્મકતા ફેલાય છે. આજે એવા છોડ વિશે વાત કરીશું જેને અશુભ માનવામાં આવતા હોવાથી ઘરમાં ન રાખવા જોઈએ. 

- મેહંદીનો છોડ

જયારે કોઈ ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે મહિલાઓ હાથમાં મેહંદી લગાવતી હોય છે. પરંતુ મેહંદીના છોડને ઘરમાં ન રાખવો જોઈયે તેને ઘરમાં રાખવો અશુભ મનાય છે.

- આંબલી

હરિયાળી અને સકારાત્મક ઉર્જા માટે લોકો ઘરના માર્જિન એરિયામાં આંબલી પણ ઉગાડતા હોય છે. પરંતુ આંબલીના વૃક્ષથી નકારાત્મક ફેલાય છે.

આ પણ વાંચોઃ સવાર-સવારમાં ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા, જાણશો તો કાલથી જ શરૂ કરી દેશો

 - બોનસાઈનો છોડ

વિદેશી છોડ બોનસાઈનું પ્રમાણ ભારતમાં વધી રહ્ય છે. પરંતુ વાસ્તુ મુજબ આ બોનસાઈના છોડથી પરિવારના સભ્યોની પ્રગતિ રુંધાય છે.

- કાંટાવાળા છોડ
ઘરની સજાવટ માટે લોકો પ્લાન્ટ લગાવતા હોય છે. પરંતુ વાસ્તુ મુજબ કાંટાવાળા છોડ અશુભ હોય છે. તેનાથી નેગેટિવિટી ફેલાય છે. જેથી તેને ઘરમાં ન રાખવા.

- સુુકાઈ ગયેલા છોડ
જો ઘરમાં કોઈ સૂકાઈ ગયેલો છોડ હોય તો તેને તુરંત દૂર કરવો જોઈયે. કેમ કે સૂકાઈ ગયેલા છોડ અશુભ મનાય છે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો



 

સંકળાયેલા મુદ્દાઓ

Religion bonsai plant vastushastra છોડ ધર્મ વાસ્તુશાસ્ત્ર Plant

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ