બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / If you are investing money in the share market, pay special attention to these 5 things, otherwise there may be a big loss

ટિપ્સ / શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરી રહ્યા છો તો આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

Megha

Last Updated: 04:11 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક લોકો ઈચ્છે છે કે શેરબજારમાં થોડા પૈસાનું રોકાણ કરીને વધુ પૈસા કમાઈ લે એવામાં ચાલો જાણીએ કે કેવી રીતે શેર માર્કેટ દ્વારા વધુમાં વધુ પૈસા કમાઈ શકાય અને તેમાં થતું મોટું નુકસાન ટાળી શકાય છે.

  • રોકાણ કરી નફો મેળવવા માટે દરેક લોકો શેરબજાર તરફ વળ્યા છે
  • શેર માર્કેટમાં રોકાણ કરી વધુમાં વધુ પૈસા કેવી રીતે કમાવવા? 
  • શેરબજારમાં થતાં નુકસાનણએ કેવી રીતે અટકાવવું? જાણો 

આજના વ્યસ્ત જીવનમાં આપણે બધા સારા રિટર્ન એટલે કે વળતર અને નફા પાછળ દોડતા રહીએ છીએ. તેમાંથી લગભગ બધાની પહેલી ચોઈસ શરબજારમાં પૈસા રોકીને સારો નફો મેળવવાની છે. એવામાં જો પ્રયત્નો યોગ્ય દિશામાં હોય તો આપણને સારું વળતર મળે છે પણ જો માહિતીના અભાવે આપણે માત્ર અડધો પ્રયાસ કરી શકીએ છીએ, તો તેનો કોઈ ફાયદો નથી. તેથી ક્યાંક નાણાંનું રોકાણ કરતા પહેલા, આપણે મહત્તમ વળતર કેવી રીતે મેળવવું તે વિશે બધું જાણી લેવું જોઈએ. 

શેર બજારમાં રોકાણ કરી અમીર બનવાનું સપના જોતા હતા પણ આ ત્રણ શેરે રોકાણકારોને  બનાવી દીધા કંગાલ | They dreamed of becoming rich by investing in the stock  market, but these three

આજે યુવાનો સહિત દરેક લોકો શેરબજાર તરફ વળ્યા છે. લોકો ઈચ્છે છે કે શેરબજારમાં થોડા પૈસાનું રોકાણ કરીને વધુ પૈસા કમાઈ લે એવામાં ચાલો તમને જણાવીએ કે કેવી રીતે શેર માર્કેટ દ્વારા વધુમાં વધુ પૈસા કમાઈ શકાય અને તેમાં થતું મોટું નુકસાન ટાળી શકાય છે.

શેરબજારમાં રોકાણ કરતાં પહેલા તમારો ગોલ સમજો 
શેરબજારમાં રોકાણ કરતાં પહેલા તમારું લક્ષ્ય અને તમે આ દિશામાં શા માટે જઈ રહ્યા છો તે સમજો. ધારો કે તમે 5 વર્ષ પછી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો. કારની કિંમત 10 લાખ છે. તો 10 લાખ રૂપિયાના હિસાબે તમારો સ્ટોક પસંદ કરો.

સ્ટોક ખરીદતા પહેલા તેનો સંપૂર્ણ ઇતિહાસ વાંચો
જ્યારે પણ તમે કોઈપણ કંપનીનો સ્ટોક ખરીદો ત્યારે તેનો સંપૂર્ણ ઇતિહાસ વાંચો. આ સ્ટૉકની ભવિષ્યની યોજનાઓ પણ જાણો. જ્યારે બધું બરાબર દેખાય ત્યારે જ તમારા પોર્ટફોલિયોમાં સ્ટોક ઉમેરો.

પહેલી વારમાં જ વધારે રોકાણ ન કરો
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લોકો પહેલા જ મોટા રોકાણ કરે છે. વાસ્તવમાં આ આદત ટાળવી જોઈએ. જો તમે પહેલીવાર રોકાણ કરી રહ્યા છો તો તમે 4 કે 5 હજાર રૂપિયાથી શરૂઆત કરી શકો છો. અને જ્યારે તમનર થોડો એક્સપિરિયન્સ આવી જાય એ બાદ સારું રોકાણ કરી શકાય છે.

શેર બજારમાં રોકાણ કરી અમીર બનવાનું સપના જોતા હતા પણ આ ત્રણ શેરે રોકાણકારોને  બનાવી દીધા કંગાલ | They dreamed of becoming rich by investing in the stock  market, but these three

નુકશાન માટે હંમેશા તૈયાર રહો
એ વસ્તુ તો જાણીતી જ છે કે જો તમે જોખમ લેશો તો જ તમને સારું વળતર મળશે અને કઇ કંપનીનો આગામી સમય કેવો હશે તે વિશે કંઇ કહી શકાય નહીં. તેથી, શક્ય છે કે તમે સતત નફો કરતા હશો અને પછી નુકસાન ઉઠાવવાનું પણ શરૂ થાય તો આ માટે તૈયાર રહો.

મફત સલાહ એટલે મફત નુકશાન
આ સ્ટોક સરસ છે અને તેને લેશો તો નફો જ થશે. તમે લોભને વશ થઈને 50 રૂપિયાના 1000 શેર ખરીદ્યા. એટલે કે 50 હજારનું રોકાણ કર્યું હતું. બે દિવસ પછી સ્ટોક રૂ.25 પર રહ્યો હોવાનું જાણવા મળી શકે છે. એટલે કે આવા પેની સ્ટોક્સથી દૂર રહો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ