બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વારંવાર બીમાર પડતા હોય તો દરરોજ ખાઓ આ ફળ, વધશે રોગપ્રતિકારક શક્તિ!
Last Updated: 02:06 PM, 31 August 2025
જે લોકોની ઇમ્યૂનિટી મજબૂત ના હોય તેઓ અનેકવાર બીમાર પડતા હોય છે. ક્યારેક તેમને શરદી, ક્યારેક ખાંસી અને ક્યારેક તાવ જેવી સમસ્યાઓ થતી હોય છે. જો તમને પણ બદલાતા હવામાન સાથે બીમારીની સમસ્યા થઈ રહી હોય તો તમારે આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે ઇમ્યૂનિટીને મજબૂત બનાવવાનું કામ કરે છે.
ADVERTISEMENT
સ્વસ્થ રહેવા અને ખુદને બીમારીથી બચાવવા માટે ફળો, કઠોળ, ડ્રાય ફ્રુટ, શાકભાજી, લીન પ્રોટીન અને અનાજથી ભરપૂર સંતુલિત આહાર જરૂરી છે. ઓટ્સ, ક્વિનોઆ, સ્પ્રાઉટ્સ અને ચણા જેવા અનાજ આપણા રોજિંદા આહારમાં સામેલ કરવા જોઈએ.
તેમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજો અને વિટામિન હોય છે જે શરીરને અંદરથી પોષણ આપવાનું કામ કરે છે. આ સિવાય પૂરતી ઊંઘ લેવી, શારીરિક પ્રવૃત્તિ કરવી અને તણાવ ઓછો કરવો પણ મહત્વના ફેક્ટર છે. અમે તમને કેટલાક એવા ફુડ વિશે જણાવીશું જે શરીરની ઇમ્યૂનિટીને વધારવામાં ખૂબ મદદ કરે છે.
ADVERTISEMENT
જો તમે તમારી ઇમ્યૂનિટીને મજબૂત બનાવવા માંગતા હોવ તો તમારે દૈનિક આહારમાં વિટામિન Cથી ભરપૂર ફળોનું સેવન કરવું જોઈએ. જેમાં નારંગી, કીવી, જામફળ અને લીંબુ જેવી વસ્તુઓ વિટામિન Cના સમૃદ્ધ સ્ત્રોત છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ખાટા ફળો ઇમ્યૂનિટીને વધારે છે જે ઇન્ફેક્શન સામે લડવા માટે શ્વેત રક્તકણોના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. જેમાં એન્ટીઑકિસડન્ટ પણ હોય છે જે કોષોને નુકસાનથી બચાવે છે, તેમાં ફ્લેવોનોઇડ્સ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આ સિવાય ખાટા ફળો ફાઇબરથી પણ ભરપૂર હોય છે જે પાચનમાં મદદ કરે છે અને વજનને પણ કંટ્રોલમાં રાખે છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.