બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / 'If the Ram temple is inaugurated in Ayodhya then again. what did Uddhav Thackeray say,hear the statement

વિવાદિત નિવેદન / 'જો અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું તો ફરીવાર...', ઉદ્ધવ ઠાકરે આ શું બોલ્યા, નિવેદન સાંભળી ચોંકી ઉઠશો

Megha

Last Updated: 04:12 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્ધવ ઠાકરેએ BJP સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે' ફરી એકવાર ગોધરા જેવી ઘટના આયોજિત કરી શકે છે, રામ મંદિરના ઉદ્ઘાટન વખતે આ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ચૂંટણી જીતવા માટે થઈ શકે છે. '

  • ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું
  • BJP ફરી એકવાર ગોધરા જેવી ઘટના આયોજિત કરી શકે છે - ઉદ્ધવ ઠાકરે
  • રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ‘વાપસી યાત્રા’ દરમિયાન ‘ગોધરા જેવી’ ઘટના થઈ શકે 

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે' તેઓ ફરી એકવાર ગોધરા જેવી ઘટના આયોજિત કરી શકે છે અને રામ મંદિરના ઉદ્ઘાટન વખતે આ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ચૂંટણી જીતવા માટે થઈ શકે છે. '

ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળ્યો 
ઉદ્ધવ ઠાકરેએ રવિવારે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા છે અને કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરનારા લોકો સાથે એટલે કે ‘વાપસી યાત્રા’ દરમિયાન ‘ગોધરા જેવી’ ઘટના બની શકે છે. ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

રામ મંદિરના ઉદ્ઘાટન માટે મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે 
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને આ નિવેદન રવિવારે મુંબઈથી 400 કિમી દૂર જલગાંવમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે 'એવી સંભાવના છે કે સરકાર રામ મંદિરના ઉદ્ઘાટન માટે અહીંથી મોટી સંખ્યામાં લોકોને બસો અને ટ્રકોમાં આમંત્રિત કરી શકે છે અને તેમની પરત યાત્રામાં ગોધરા જેવી ઘટના બની શકે છે. '

નોંધનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહેલા 'કારસેવકો' (રામ મંદિર આંદોલનમાં ભાગ લેનારા સ્વયંસેવકો માટે સંઘ પરિવારનો શબ્દ) પર ગુજરાતના ગોધરા સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની ટ્રેનના કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. એ બાદ રાજ્યભરમાં મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ