બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / If the party says Naresh Patel will be the CM face, if he joins the Congress, we are ready to fight", says Hardik Patel

અંધારામાં તીર / કોંગ્રેસમાં જોડાય તો નરેશ પટેલ CMનો ચહેરો હશે? હાર્દિક પટેલના જવાબથી રાજકીય હડકંપ

Vishnu

Last Updated: 06:08 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારમાં પત્ર લખ્યા બાદ સુરતમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ નરેશ પટેલના નેતૃત્વમાં કામ કરવા તૈયાર છે

  • નરેશ પટેલ જે કોઈ પાર્ટીમાં જોડાય તે નિર્ણયને આવકારીશુંઃ હાર્દિક
  • પાર્ટી જે કહેશે તો કોંગ્રેસમાંથી સીએમનો ચેહરો હશેઃ હાર્દિક
  • નરેશભાઈના નેતૃત્વમાં અમે લડવા તૈયાર છેઃ હાર્દિક પટેલ 

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખુલ્લો પત્ર લખી આમંત્રણ પાઠવી ગુજરાતના રાજકારણાં ભારે હલચલ મચાવી દીધી હતી. જો કે, હાર્દિક પટેલના પત્ર બાદ નરેશ પટેલનું આ અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારે રાજકીય પ્લેટફોર્મ નહીં બને, રાજકારણમાં પ્રવેશનો મારો અંગત નિર્ણય રહેશે.

પાર્ટી જે કહેશે તો સીએમનો ચેહરો નરેશ પટેલ હશેઃ હાર્દિક
તો બીજી તરફ નરેશ પટેલને રાજનીતિમાં જોડાવા આમંત્રણનો મામલે સુરતમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મોટું નિવેદન આપતા કહ્યું છે કે 30 વર્ષથી એક જ પાર્ટીનું શાસન છે. સારા વ્યક્તિએ રાજકારણમાં આવવું જોઈએ, કોંગ્રેસમાં નરેશભાઈના નેતૃત્વમાં કામ કરવા તૈયાર છે અને પાર્ટી જે કહેશે તો સીએમનો ચેહરો હશે, અને નરેશભાઈના નેતૃત્વમાં અમે લડવા તૈયાર બેઠા છીએ. હાલમાં ભાજપ સમાજ ને ગુમરાહ કરવાનું કામ કરે છે જેથી નરેશભાઈ રાજકારણમાં આવશે તો સૌ આવકારશે, જે કોઈ પાર્ટીમાં જોડાય તે નિર્ણયને સમાજ અને અમે બધા પણ આવકારીશું

હાર્દિક પટેલ ના પત્ર બાબતે નરેશ પટેલનું નિવેદન
જો કે, હાર્દિક પટેલ ના પત્ર બાબતે નરેશ પટેલનું મોટું નિવેદન આપતાં જણાવ્યું કે, હાર્દિકે લખેલા પત્રની જાણ મને હજુ હમણાં જ થઈ છે. મેં પત્ર હમણાં જ વાંચ્યો છે. હાર્દિક સાથે વાત કરવાની બાકી પત્રનું માધ્યમ મને ખબર નથી. આ અંગે વાત થાય પછી જ કંઈ કહી શકાય. જો કે નરેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહી બને. તેમણે તે પણ જણાવ્યું હતું કે,  રાજકારણમાં જોડાવું તે મારો અંગત નિર્ણય હશે. અને યોગ્ય સમયે રાજકારણમાં જોડાવવા અંગે નિર્ણય કરીશું

નરેશ પટેલે PAAS મુદ્દે પણ આપ્યું નિવેદન
23 માર્ચ સુધી પાટીદાર અનામત આંદોલન કેસ પરત મામલે  PAASની કમાન સંભાળી રહેલા અલ્પેશ કથીરિયાએ સરકારને અલ્ટીમેટમ આપી દીધું છે. અને આંદોલનની જાહેરાત કરી આર યા પારની નિર્ણાયક લડાઈ લડી લેવાનું નિવેદન આપ્યું છે. સમગ્ર બાબતે નરેશ પટેલે કહ્યું કે આંદોલન અંગે મને જાણકારી નથી. હું મુખ્યમંત્રી સાથે કેસ પરત ખેંચવા સંપર્કમાં છું. ટૂંક સમયમાં કેસ અંગે નિર્ણય આવી જશે

હાર્દિક પટેલના પત્રમાં શું છે?
ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન અને પાટીદારોના અગ્રણી નેતા નરેશ પટેલેને પત્ર લખીને રાજકારણમાં જોડાવવાની અપીલ કરતાં સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે, નરેશ પટેલને પાટીદાર સમાજના માર્ગદર્શક બનીને રાજકારણમાં આવવું જરૂરી છે. હાલ પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.હાર્દિકે જણાવ્યું હતું કે,રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈ માટે શ્રીગણેશ કરવાનો સમય આવી ગયો છે. હાર્દિકે પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક પક્ષનું શાસન છે.શાસક પક્ષની તાનાશાહીથી ગુજરાતીઓને  અન્યાય થાય છે. પાટીદાર સમાજના યુવાનો પણ સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છે. જેને લઈને ભાજપ સામે રાજકારણમાં ઉતરવા હાર્દિકે નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ