બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / If the child is eating Padika be careful! Stubbornness apathy will become a victim take these 5 facts from an expert doctor down your throat

હેલ્થ / બાળક પડીકા ખાતું હોય તો સાવધાન! જિદ્દીપણું, અરુચીનો બનશે ભોગ, નિષ્ણાંત ડોક્ટરના આ 5 ફેક્ટ ગળે ઉતારી લેજો

Dinesh

Last Updated: 05:30 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: ડૉક્ટરનું કહેવુ છે કે,બાળકોને બજારમાં મળતા પેકેટના બદલે દાળ-ભાત, ભાખરી, રોટલી, ઘી માંથી બનાવેલી વાનગીઓ આપવી જોઈએ

  • બજારમાં મળતા પેકેટ ધીમુ ઝેર
  • પડીકા ખાઈ રહ્યા છો તો સાવધાન
  • પડીકા બાળકોને બનાવે છે જીદ્દી

શું તમે અને તમારા બાળકો ભુખ કે ઈચ્છાને સંતોષવા પડીકાનો ખોરાક ખાઈ રહ્યો છો. તો આ સમાચાર તમારા માટે છે. વિશ્વ ભરમાં વધી રહેલા ફાસ્ટફૂડ, ઝંક ફૂડ અને પેકેજિંગ ફૂડનું સેવન લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે.. ત્યારે ભારતના લોકો પણ આ હોડમાંથી બાકાત નથી. ભારત ભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજિંગ ફૂડ એટલેકે પડીકાના ખોરાક ખાઈ રહ્યા છે. 

Topic | VTV Gujarati

ડૉક્ટરોએ શું કહ્યું ?
ત્યારે આ પડીકા આપના અને આપના બાળકો માટે કેટલા હાનિકારક છે. તેનો જવાબ મેળવવા VTV NEWSની ટીમ બાળકોના ડૉક્ટર પાસે પહોંચી છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર પડીકામાં મળતો ખોરાકએ બાળકો માટે ખુબ નુકસાન કારક છે. કારણ કે, તેનાથી બાળકોમાં કુપોષણનો ભોગ બને છે. જેને લઈ બાળકના શરીરનો વિકાસ રુંધાચ જાય છે. ઉપરાંત આવા વધુ સોડિયમ અને સુગર વાળા ખોરાકો બાળકોને બંધાણી બનાવે છે. તેથી બાળકને ઘરના ખોરાક, ફળમાંથી ખાવામાં અરુચી પેદા થાય છે. 

શારીરિક અને માનસિક વિકાસ રુંધાશે 
ડૉક્ટરનું કહેવુ છે કે,બાળકોને બજારમાં મળતા પેકેટના બદલે દાળ-ભાત, ભાખરી, રોટલી, ઘી માંથી બનાવેલી વાનગીઓ આપવી જોઈએ. જ્યા સુધી બાળકને સંપૂર્ણ આહાર એટલે કે બાળકના શરીરમાં જરૂરી તત્વોની ઉણપ પૂર્ણ કરતા ખોરાક નહી આપવામાં આવે ત્યા સુધી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ રુંધાશે.

પડીકાથી બાળકોને કેટલું નુકસાન ?
પડીકાઓ બાળક માટે બંધાણી
સુગર સોડિયમની વધુ માત્રાથી થાય છે બંધાણ
પડીકા ખાત બાળકો જીદ્દી અને ગુસ્સાવાળા 

પડીકા બાળકો માટે ધીમુ ઝેર !
રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો
જરૂરી ખોરાકની જગ્યાએ પડીકાથી કુપોષણ
સોડિયમ અને સુગરની માત્રા વધુ
બાળકોનો રુંધાઈ છે વિકાસ 
પડીકા ચાખ્યા બાદ ઘરનો ખોરાક ન ભાવવો
સંપૂર્ણ આહાર ન મળવાથી વિકાસ રુંધાવો

વાંચવા જેવું: અમદાવાદમાં WWE જેવી રેસલિંગ ઈવેન્ટનું આ તારીખથી આયોજન, 25 રેસલરો કરશે ફાઇટિંગ

બાળકોના વિકાસ માટે શું જરૂરી ? 
તાજો બનાવેલો અને ઘરનો ખોરાક 
કઠોળ અને લીલા શાકભાજી
ફ્રુટ અને ડ્રાયફ્રુટ
પ્રોટીન,વિટામિન, મિનરલ યુક્ત ખોરાક 
દૂધ અને દૂધની બનાવટી વાનગીઓ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ