બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / "If I'm Not Safe, Then...": Delhi Women's Panel Head Says Dragged By Car

સુરક્ષાના લીરેલીરા / નશેડી કારચાલકે દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ માલિવાલને 15 મીટર ઢસડ્યાં, ગંદા ઈરાદાથી કરી છેડતી

Hiralal

Last Updated: 05:02 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલ સાથે એમ્સ નજીક એક મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો.

  • મહિલાઓનો અવાજ ઉઠાવનાર સ્વાતિ માલિવાલ સાથે બની દુર્ઘટના
  • દિલ્હીમાં કાર ચાલક 10થી 15 મીટર સુધી ઢસડીને લઈ ગયો 
  • મોડી રાતે ઈન્સપેક્શન કરી રહ્યાં હતા ત્યારે બની ઘટના
  • નશામાં હાલતમાં શખ્સ બાંધીને 15 મીટર ઢસડી ગયો 
  • એમ્સ નજીક બની ઘટના, પોલીસે આરોપીની કરી ધરપકડ

દેશમાં કાર કે બાઈક સાથે ઘસડવાની ઘટનાઓ વધી રહી છે. રાજધાની દિલ્હીમાં  મહિલા સુરક્ષાને નામે મીંડું છુ અને તેના લીરેલીરા ઉડાવતી એક ગંભીર ઘટના બની છે. દિલ્હીનો કંઝાવલા હોરર કેસ તો હજુ લોક માનસમાં તાજો છે ત્યારે હવે ખુદ મહિલાઓનો અવાજ ઉઠાવનાર મહિલા પંચના અધ્યક્ષને કાર સાથે ઢસડાવું પડ્યું હતું.  દિલ્હીની એમ્સ નજીક એક કાર ચાલકે માલિવાલને 10થી 15 મીટર સુધી ઢસડીને લઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

માલિવાલે ટ્વિટ કરીને આપી ઘટનાની જાણકારી 
સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગઈ કાલે મોડી રાતે હું દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવી રહી હતી ત્યારે એક કાર ચાલકે નશાની હાલતમાં મારી સાથે છેડછાડ કરી અને જ્યારે મેં તેને પકડ્યો ત્યારે ગાડીના કાચમાંથી મારો હાથ બાંધીને મને ઢસડીને લઈ ગયો. ભગવાને મારો જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા પંચના અધ્યક્ષ સલામત ન હોય તો સ્થિતિ કેવી હશે વિચારી લો. 

શું બન્યું બુધવારે મોડી રાતે 
આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. સ્વાતિ માલિવાલ એઈમ્સના ગેટ નંબર-2ની નજીકમાં હતા ત્યારે એક કાર ચાલકે તેમને પોતાની કારમાં બેસવાનું કહ્યું હતું. સ્વાતિએ કાર ચાલકને ઠપકો આપતાં તેણે તરત જ કારનો કાચ ઊંચો કર્યો હતો. આ દરમિયાન સ્વાતિનો હાથ કારમાં ફસાઈ ગયો અને ડ્રાઈવર તેમને 10થી 15 મીટર સુધી ઘસડી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર, સવારે 3.11 વાગ્યે, તેમને પીસીઆર પર ફોન આવ્યો હતો કે એઇમ્સ બસ સ્ટોપ પાછળ સફેદ બલેનો કારના ડ્રાઇવરે એક મહિલાની છેડતી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ વાહને સવારે 3.05 વાગ્યે એમ્સ ગેટ નંબર 2 ની સામે ફૂટપાથ પર એક મહિલાને જોઈ હતી. પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે, તેને કારમાંથી ખેંચીને લઇ જવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે, એક બલેનો કાર ચાલક નશાની હાલતમાં તેની પાસે જ રોકાઈ હતી. કાર ચાલકે મહિલાને ખરાબ ઈરાદાથી કારમાં બેસવા માટે કહ્યું. જ્યારે મહિલાએ ના પાડી ત્યારે તે ત્યાંથી નીકળી ગયો અને સર્વિસ લેન પરથી યુ-ટર્ન લઈને પાછો ફર્યો. ડ્રાઇવરે ફરી એકવાર મહિલાને કારમાં બેસવાનું કહ્યું. મહિલાએ તેને ઠપકો આપ્યો. જ્યારે તે ડ્રાઇવરની બાજુની બારી પાસે પહોંચી, ત્યારે કાર ચાલક ઝડપથી બારીનો કાચ બંધ કરી દીધો હતો આ દરમિયાન માલિવાલનો હાથ ફસાઈ જતા તેઓ કાર સાથે ઢસડાયા હતા. આ રીતે માલિવાલ 15 મીટર સુધી ઢસડાયા બાદ નીચે પડ્યાં હતા. રાતે 3.12 વાગ્યે પોલીસે બધાને બલેનો કાર વિશે એક મેસેજ ફરતો કર્યો હતો. 3.34 વાગ્યે આરોપી ડ્રાઈવરની વાહન સાથે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસને ખબર પડી કે જે મહિલા સાથે છેડછાડ કરવામાં આવી છે તે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ છે. પકડાયેલા આરોપીનું નામ હરીશચંદ્ર (47) છે. તેમના પિતાનું નામ દુર્જન સિંહ જણાવવામાં આવી રહ્યું છે. તે સંગમ વિહારનો રહેવાસી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ