બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / If children do not go to school, parents will go to jail IN Saudi Arabia

વિચિત્ર / બાળકો સ્કૂલે નહીં જાય તો માતા-પિતાને થશે જેલ, અજીબોગરીબ નિર્ણયની વિશ્વભરમાં ચર્ચા,ત્રણ ચેતવણી ખરી

Published By: Mahadev Dave

Last Updated: 08:21 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરેબિયામાં જો કોઈપણ બાળક 20 દિવસ સુધી શાળાએ ગેરહાજર રહેશે. તો તે બાળકના માતા-પિતાને જેલની સજા આપવામાં આવશે. આ અજીબોગરીબ નિર્ણય હાલ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

  • સાઉદી અરેબિયામાં વિચિત્ર નિણર્ય
  • બાળકો સ્કૂલે નહિ જાય તો વાલીઓને થશે જેલની સજા
  • બાળક 20 દિવસ સુધી શાળામાં સતત ગેરહાજર રહેશે તો સજા

સાઉદી અરેબિયામાં એક વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને બાળકો શાળાએ નહીં જાય તો માતા-પિતાને મુશ્કેલી પડી શકે છે.શિક્ષણ મંત્રાલયે એક ફરમાન જારી કરી જણાવ્યું કે કોઈપણ બહાના અથવા કારણ વગર જો વિદ્યાર્થી 20 દિવસ સુધી શાળામાં સતત ગેરહાજર રહેશે તો તેમના માતા-પિતાને જેલ ભેગા કરી દેવામાં આવશે. સાઉદી અરેબિયાના સ્થાનિક ન્યુઝ પેપર ના અહેવાલ મુજબ જો કોઈ બાળક શાળાએ સતત ગેરહાજર રહે તો શાળાની જવાબદારી છે કે તે વિદ્યાર્થીના વાલીઓને પબ્લિક પ્રોસિક્યુસન ઓફિસમાં મોકલે.પબ્લિક પ્રોસિક્યુસન ઓફિસના કર્મીઓ દ્વારા બાળકના શાળાએ ન જવા પાછળના કારણની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કેસને ક્રિમિનલ કોર્ટમાં મોકલવામાં આવશે.

Topic | VTV Gujarati

ત્યારે ન્યાયાધીશ આપી શકે છે સજા

પબ્લિક પ્રોસિક્યુસન ઓફિસના કર્મીઓની તપાસમાં એવું સામે આવે કે વિદ્યાર્થીઓની ગેરહાજરી પાછળ વાલીઓની બેદરકારી કારણભૂત છે. તો ન્યાયાધીશ દ્વારા વાલીઓને નક્કી કરાયેલા સમયગાળા અનુસાર જેલમાં મોકલવા માટે સજાનો હુકમ કરી શકે છે. આ કિસ્સાઓમાં શાળાના આચાર્યએ શિક્ષણ મંત્રાલયને જાણ કરવી પડશે.

આ પ્રકારની નક્કી કરાઈ ચેતવણી

રિપોર્ટ અનુઆર આ મામલે ત્રણ પ્રકારની ચેતવણી પણ નક્કી કરાઈ છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ બાળક ગેરહાજર રહેશે તો તેમને પ્રારંભિક ચેતવણી આપવામાં આવશે. ત્યારબાદ પાંચ દિવસની રજાને પગલે બીજી ચેતવણી આપવામાં આવશે અને વાલીઓને જાણ કરાશે તથા દસ દિવસ બાળક સતત ગેરહાજર રહેશે તો તેમને ત્રીજી ચેતવણી જારી કરવામાં આવી છે અને વાલીઓને બોલાવવા ફરમાન કરાશે. બાદમાં 15 દિવસની ગેરહાજરી બાદ વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા અન્ય શાળામાં સ્થળાંતર કરી દેવામાં આવશે અને 20 દિવસ પછી શિક્ષણ વિભાગ બાળ સુરક્ષા કાયદાની જોગવાઈનો અમલ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Saudi Arabia children do not go school parents jail school અજીબોગરીબ નિર્ણય બાળકો Saudi Arabia

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ