બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / iceland blue lagoon closed as 1000 earthquake hit reykjanes peninsula

ચોંકાવનારું / કલાકમાં 1 હજારથી વધારે આંચકા! આખરે આ કારણથી છે વધારે પ્રસિદ્ધ છે પૃથ્વીનું આ સુંદર ટુરિસ્ટ સ્પૉટ, હવે આવ્યા બંધ કરવાના દહાડા

Arohi

Last Updated: 11:58 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iceland Blue Lagoon: દુનિયાભરમાં ભૂકંપના કારણે અત્યાક સુધી લાખો લોકોના જીવ ગયા છે. યુરોપમાં એક એવી જગ્યા પણ છે જ્યાં એક બે બે નહીં પરંતુ એક હજારથી વધારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

  • અહીં આવ્યા 1000થી વધારે ભૂકંપ
  • પ્રસિદ્ધ છે પૃથ્વીનું આ સુંદર ટુરિસ્ટ સ્પૉટ
  • હવે બંધ કરવી પડી આ સુંદર જગ્યા 

દુનિયાના અલગ અલગ ભાગોમાં ભૂકંપ આવતો રહે છે. ભૂકંપથી થતી તબાહીને લોકોએ ખૂબ જ નજીકથી જોઈ છે. થોડા સમય પહેલા જ દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. પૃથ્વી પર એક જગ્યા એવી છે જ્યાં એક કલાકમાં 1000થી વધારે ભૂકંપના ઝટકા આવ્યા છે. જેના કારણે આ જગ્યાને સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવી છે. 

આઈસલેન્ડમાં આવેલી છે આ જગ્યા 
હકીકતે યુરોપીયન દેશ આઈસલેન્ડમાં એક ફેમસ ટૂરિસ્ટ સ્પોર્ટ છે. જે બ્લૂ લગૂનના નામથી ફેમસ છે. તેને પર્યટકો માટે 16 નવેમ્બર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. આઈસલેન્ડના હવામાવ વિભાગ અનુસાર રેક્ઝનેસ દ્વીપકલ્પ ક્ષેત્રમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 1400 ભૂકંપના ઝટકા રેકોર્ડ કરવામાં આવ્યા છે. તેમાંથી સાત ભૂકંપના ઝટકા એવા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર કે તેનાથી વધારે માપવામાં આવી છે. જેના કારણે ભૂકંપ આવી રહ્યા છે. ત્યાં જ બ્લૂ લગૂન પણ આવેલું છે.    

કયો છે ભૂકંપ વાળો વિસ્તાર? 
રેક્ઝનેસ દ્વીપકલ્પ ક્ષેત્ર આઈસલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં હાજર છે. જમીનના આ ટુકડા પશ્ચિમમાં ઉત્તર એન્ટલાંટિક મહાસાગરની તરફ છે. રાજધાની રેક્વિકથી તેની દૂરી વધારે નથી. બ્લૂ લગૂનના ઉપરાંત અહીં દેશના પ્રમુખ એરપોર્ટ કેફ્લાવિક ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ આવેલું છે. 

આઈસલેન્ડને દુનિયામાં જ્વાળામુખી ગતિવિધિઓ માટે સૌથી એક્ટિવ જગ્યાની રીતે જાણવામાં આવે છે. આ દ્વીપકલ્પમાં તિરાડ વાળી ઘાટીઓ, લાવા ફીલ્ડ્સ અને કોન્સ વાળા વિસ્તાર આવેલા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ