બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / ICC ODI World Cup 2023 PCB is telling about the security threat in India, the ruckus continues regarding the venue

ICC ODI World Cup 2023 / અમદાવાદમાં રમવાનો વાંધો નહીં પણ...: પાકિસ્તાને વર્લ્ડ કપ પહેલા ફરી પેંચ ફસાવ્યો, જાણો હવે શું થશે

Megha

Last Updated: 10:45 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતમાં અમદાવાદ સહિત 5 સ્થળોએ મેચ રમવાની છે. એવામાં હાલ પાકિસ્તાનના વડાપ્રધાને વિદેશ મંત્રીના નેતૃત્વમાં 11 મંત્રીઓની તપાસ ટીમ બનાવી છે જેને તેઓ ભારત મોકલશે,

  • ICC ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સહિત કુલ 10 ટીમો રમવાની છે
  • પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે 11 મંત્રીઓની તપાસ ટીમ બનાવી
  • પાકિસ્તાને ભારતમાં અમદાવાદ સહિત 5 સ્થળોએ મેચ રમવાની છે

ભારતમાં યોજાનારા ICC ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સહિત કુલ 10 ટીમો રમવાની છે જે 5 ઓક્ટોબરથી શરૂ થશે પણ પાકિસ્તાન આ નિર્ણયમાં આડુ ચાલી રહ્યું છે. હવે વાત એમ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં 11 મંત્રીઓની તપાસ ટીમ બનાવી છે. આ ટીમ પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભારત આવવા અને તેના નિશ્ચિત સ્થળ પર રમવા અંગે અંતિમ નિર્ણય લેશે. મળતી જાણકારી મુજબ તપાસ ટીમ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે અને તેનો રિપોર્ટ ત્યાંના PMને સોંપશે.

અમારી ટીમ પણ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જાય
જણાવી દઈએ કે ICC ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતમાં અમદાવાદ સહિત 5 સ્થળોએ મેચ રમવાની છે. ટૂર્નામેન્ટની મેચો 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. આ દરમિયાન તપાસ ટીમમાં સામેલ રમત મંત્રી એહસાન મજારીએ સ્પષ્ટ કહ્યું છે કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો અમારી ટીમ પણ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જાય. એક વાતચીત દરમિયાન મજારીએ કહ્યું કે મારો અંગત અભિપ્રાય છે કે જ્યારથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મારા મંત્રાલય હેઠળ આવ્યું છે ત્યારથી તે સ્પષ્ટ છે કે જો ભારત તેની એશિયા કપ મેચો માટે તટસ્થ સ્થળની માંગ કરશે તો ભારતમાં અમારી વર્લ્ડ કપ મેચો પર પણ એમે આ જ માગણી રાખીશું.

ભારતે પણ અમારી સાથે રમવા માટે અહીં આવવું પડશે
ખેલ મંત્રી એહસાન મજારીએ કહ્યું કે તેઓ એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલના પક્ષમાં નથી. પાકિસ્તાન ટુર્નામેન્ટનું યજમાન કરે છે તો તેને તમામ મેચ ઘરઆંગણે યોજવાનો અધિકાર છે. ક્રિકેટ પ્રેમીઓ પણ એવું જ ઈચ્છે છે. એમને કહ્યું કે જ્યારે મેં સાંભળ્યું કે પાકિસ્તાનની મેચ અમદાવાદમાં યોજાવાની છે ત્યારે હું હસ્યો કારણ કે સંબંધો એકતરફી ન હોઈ શકે. ભારતે પણ અમારી સાથે રમવા માટે અહીં આવવું પડશે.

એશિયા કપના વેન્યુને લઈને BCCI અને PCB વચ્ચે વિવાદ 
એશિયા કપના વેન્યુને લઈને BCCI અને PCB વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાને કર્યું હતું પણ તેમાં BCCIએ સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમ પાકિસ્તાન નહીં જાય. આ પછી PCBએ હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો. આ મુજબ ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે અન્ય 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટીમ ઈન્ડિયાની તમામ મેચો માત્ર શ્રીલંકામાં જ યોજાશે અને ફાઈનલ પણ અહીં જ યોજાશે. 

એશિયા કપ અને વર્લ્ડ કપ વિશે ચર્ચા થશે 
અહેસાન મજારીએ જણાવ્યું કે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આ સમિતિનું નેતૃત્વ કરશે. હું એ 11 મંત્રીઓમાંથી એક છું જે આ સમિતિનો ભાગ છે. અમે આ મુદ્દે ચર્ચા કરીશું અને વડા પ્રધાનને અમારી ભલામણ કરીશું, જેઓ PCBના પેટ્રન-ઇન-ચીફ પણ છે. અંતિમ નિર્ણય વડાપ્રધાને લેવાનો છે. તેમણે કહ્યું કે સમિતિ આવતા અઠવાડિયે ગમે ત્યારે પોતાનો રિપોર્ટ PM સાથે શેર કરી શકે છે. આ તે સમય હશે જ્યારે પીસીબીના નવા વડા ઝકા અશરફ સાઉથ આફ્રિકામાં ICCની બેઠકમાં ભાગ લેશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા અને બીસીસીઆઈના સચિવ જય શાહ હાલમાં બેઠક માટે ડરબનમાં છે. અહીં એશિયા કપ અને વર્લ્ડ કપ વિશે ચર્ચા થવાની આશા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ