બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC announces changes in playing conditions, using saliva to polish ball prohibited

ખેલ / બદલાઈ ગઈ ક્રિકેટની રમત, 1 ઓક્ટોબરથી લાગુ પડશે 8 નિયમ, ICCની મોટી જાહેરાત

Hiralal

Last Updated: 02:46 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 1 ઓક્ટોબરથી લાગુ પડે તે રીતે ક્રિકેટમાં મોટા ફેરફાર કરીને કેટલાક નિયમો જાહેર કર્યાં છે.

  • ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટમાં કર્યા મોટા ફેરફાર
  • ક્રિકેટમાં 8 નવા નિયમ લાગુ પાડ્યાં
  • કેટલાક જુના નિયમને હટાવાયા
  • બોલને પોલિશ કરવા માટે થૂંક લગાડવા પર પ્રતિબંધ 

લોકોની પસંદગીની રમત ક્રિકેટમાં ધરખમ ફેરફારો આવી રહ્યાં છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટની રમતમાં ઘણા ફેરફારો કર્યાં છે, રમતમાં 8 નવા નિયમ લાગુ પાડ્યા છે તો કેટલાક જુના રદ કર્યાં છે. 

ક્રિકેટમાં આઠ નવા નિયમ
(1) નવા બેટ્સમેને ટેસ્ટ અને વન ડેમાં બે મિનિટમાં સ્ટ્રાઇક લેવી પડશે, જ્યારે ટી-20માં તેની સમય મર્યાદા 90 સેકન્ડની હોય છે. પ્રથમ બેટ્સમેન આઉટ થયા બાદ નવા ખેલાડીને ટેસ્ટ અને વન-ડેમાં ત્રણ મિનિટનો સમય મળતો હતો. જો બેટ્સમેન આમ કરવામાં નિષ્ફળ જશે તો તેને આઉટ જાહેર કરવામાં આવશે.
(2)  આઈસીસીએ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે જોકે ખેલાડી તેના પરસેવાથી બોલને ચમકાવી શકશે. 
(3)  જો કોઈ ખેલાડી કેચ આઉટ થાય તો નવો બેટ્સમેન સ્ટ્રાઇક પર આવશે. ભલે કેચ પહેલા બંને બેટ્સમેનોએ ક્રિઝ બદલી નાખી હોય, પરંતુ નવા બેટ્સમેને આગામી બોલને રમવો પડશે.
(4) બેટ્સમેને ક્રીઝની અંદર રહીને જ શોટ રમવાનો હોય છે. જો શોટ રમતી વખતે બેટ્સમેનનું બેટ કે શરીરનો કોઈ પણ ભાગ પીચની બહાર જતો રહે તો તેને રન ગણવામાં નહીં આવે. તે બોલને ડેડ બોલ કહેવામાં આવશે. સાથે જ જે પણ બોલ પિચ છોડવા માટે દબાણ કરશે તે નો-બોલ હશે.
(5) બોલર બોલ ફેંકે તે પહેલા જો કોઈ ખેલાડી કોઈ મૂવમેન્ટ કરશે તો ડેડ બોલ પર વિચાર કરવામાં આવશે અને બેટિંગ કરનારી ટીમને પેનલ્ટી તરીકે 5 રન મળશે.
(6) પહેલાના નિયમ મુજબ જો કોઈ બેટ્સમેન બોલર ક્રિઝ પર પહોંચે તે પહેલા આગળ વધતો હતો તો બોલર પાસે તેને આઉટ કરીને રન આઉટ કરવાની તક હતી, પરંતુ હવે આ સ્થિતિમાં તે બોલ ડેડ બોલ ગણાશે.
(7) આઈપીએલમાં આર અશ્વિને બટલરને માંકડિંગ દ્વારા કરેલો રનઆઉટ તમને બધાને યાદ હશે. માંકડિંગને હવે અયોગ્ય રમતના વિભાગમાંથી રન આઉટમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. હવે માંકડિંગને સામાન્ય રન આઉટ ગણવામાં આવશે.
(8) જાન્યુઆરી 2022થી ટી-20માં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં નિશ્ચિત સમયમાં ઓવરો પુરી કરવાની હોય છે. ઓવર-વિલંબ થાય તો ફિલ્ડિંગ ટીમે 30 યાર્ડના સર્કલની અંદર ફિલ્ડર રાખવાનો હોય છે. હવે વન ડે ક્રિકેટમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે. આ નિયમ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ 2023થી લાગુ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

ICC new rule icc t20 world cup 2022 આઈસીસી આઈસીસી નવા નિયમ ICC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ