બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / IB input about CM rupani Amit shah threaten letter from terrorist

ધમકી / ‘બચાવી શકો તો ગુજરાતને બચાવજો.’- આતંકવાદીઓની ધમકીને પગલે ખળભળાટ

Gayatri

Last Updated: 10:05 AM, 6 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IBએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને સૂચન કરી અને દેશના મંત્રી અને પોલીસ પર હુમલાની આશંકા વ્યકત કરી છે. ગુજરાતના અનેક સ્થળો અને મંત્રીઓ પર હુમલાની ચેતવણી અપાઇ છે. NRCના નામે આખા ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરવાની ચેતવણી આપતો પત્ર સ્ટેટ IBને મળતા સમગ્ર રાજ્યની પોલીસને હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે. IB ગુજરાત સરકારને ચેતવી, અમિત શાહ, CM રૂપાણી સહિત 13 મંત્રીઓ આંતકીઓના નિશાને હોવાની ધમકી મળી છે.

  • ધમકી અંગેનો પત્ર મળતા જ IB અને પોલીસ સક્રિય
  • DGP અને ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી
  • તમામ જીલ્લા પોલીસ અધિક્ષકેને એલર્ટ રહેવા આદેશ અપાયો 

મળતી માહિતી મુજબ સેન્ટ્રલ IB દ્વારા આ પત્ર સ્ટેટ IBને આપવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું છે કે, અમે છેલ્લા ઘણાં દિવસથી તમારા શહેરમાં છીએ અને ચોક્કસ લોકોને ટાર્ગેટ કરી તેમના પર હુમલો પણ કરાશે. 

‘બચાવી શકો તો ગુજરાતને બચાવજો.’

રાજકીય સહિત પોલીસ અધિકારીઓ મળી 13 લોકોને આ પત્રમાં ટાર્ગેટ કરાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, NRCના નામ પર આખા ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરાવીશું. ‘બચાવી શકો તો ગુજરાતને બચાવજો.’, પુલવામા અને ઉરીને યાદ રાખજો. હવે મુસલમાનો એક થઈને બહાર નીકળશે. 

ડીજીપી શિવાનંદ ઝાએ મિટિંગ બોલાવી

આ પત્રને પગલે ડીજીપી શિવાનંદ ઝાએ મિટિંગ બોલાવી હતી અને પોલીસને સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ધમકીભર્યા પત્રમાં અમિત શાહ, CM રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, DGP, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, દિલીપદાસજી, પ્રવિણ તોડગડિયા, ભુષણ ભટ્ટ સહિતના નામનો પણ સમાવેશ છે.

પત્રમાં શું ધમકી અપાઇ? 

‘અમે છેલ્લા ઘણા દિવસથી તમારા શહેરમાં છીએ. અમે તમારા અમુક સ્થળો ઉપર અને અમુક લોકો પર હુમલા કરીશું. ઘણા સ્થળોએ દંગા પણ કરીશું. બચાવી શકો તો બચાવજો ગુજરાતને. પુલવામા અને ઉરીને યાદ રાખજો. હવે ખરાબ સમય શરૂ થશે. હવે મુસલમાનો એક થઈને બહાર નીકળશે. NRCના નામ પર આખા ગુજરાતમાં આતંક, દંગા અને સમય મળતા જ હુમલો પણ કરશે. એક મોટા આતંકી હુમલા માટે તૈયાર રહેવું.’

પત્રમાં આ 13 લોકોને ધમકી 

  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ
  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
  • ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝા
  • ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી
  • ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા
  • જગન્નાથ મંદિરના દિલિપદાસજી મહારાજ
  • પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા
  • કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર 
  • ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ
  • ભરત બારોટ (દરિયાપુર)
  • ભૂષણ ભટ્ટ (ખાડિયા)

સંકળાયેલા મુદ્દાઓ

CM DGP IB NRC Terrorist attack આઈ બી આતંકવાદી ગુજરાત ડીજીપી ધમકી IB input
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ