બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ias officer abhishek singh resigned who is husband of ias durga shakti nagpal

IAS Abhishek Singh Resigned / IAS અભિષેક સિંહનું રાજીનામું: ગુજરાતની ચૂંટણી દરમિયાન એક ફોટોના કારણે થયા હતા સસ્પેન્ડ, બોલિવૂડના હીરો જેવી છે લાઈફસ્ટાઈલ

Malay

Last Updated: 12:34 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IAS Abhishek Singh Resigned: ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક ફોટાને કારણે ચર્ચામાં આવેલા IAS ઓફિસર અભિષેક સિંહે આપ્યું રાજીનામું.

  • IAS અભિષેક સિંહે રાજીનામું આપ્યું
  • ફેબ્રુઆરીથી સસ્પેન્શન હેઠળ હતા
  • પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ છે DM

IAS Abhishek Singh Resigned: ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ચર્ચામાં આવેલા IAS ઓફિસર અભિષેક સિંહે રાજીનામું આપી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવતા અભિષેક સિંહે એક કારની આગળ ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેના કારણે તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. અભિષેક સિંહના પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS ઓફિસર છે અને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના DM છે. અભિષેક સિંહ ફેબ્રુઆરી 2023થી સસ્પેન્શન હેઠળ હતા.

રાજ્ય સરકારે કર્યા હતા સસ્પેન્ડ
મળતી માહિતી મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન IAS અભિષેક સિંહ નિરીક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન એક સરકારી વાહનની આગળ ઉભા રહીને ફોટા પડાવવાના મામલાએ જોર પકડ્યું હતું. વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે IAS અધિકારીનું વર્તન યોગ્ય ન ગણાતા તેમને ચૂંટણી નિરીક્ષકની ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જોકે, ચૂંટણી નિરીક્ષકની ફરજ પરથી હટાવવામાં આવ્યા પછી અભિષેક સિંહે નિમણૂંક વિભાગને આ મામલે રિપોર્ટ કર્યું નહોતું. જેથી રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ હવે તેમણે રાજીનામું આપી દીધું છે.

દિલ્હી સરકારે મોકલ્યા હતા મૂળ કેડરમાં
વાસ્તવમાં, અભિષેક સિંહને વર્ષ 2015માં 3 વર્ષ માટે દિલ્હી સરકારમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું હતું. 2018માં પ્રતિનિયુક્તિનો સમયગાળો 2 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો અને તેઓ મેડિકલ લીવ પર ચાલ્યા ગયા હતા, તેથી અભિષેક સિંહને દિલ્હી સરકારે 19 માર્ચ 2020ના રોજ તેમના મૂળ કેડરમાં પરત મોકલી દીધા હતા. આ પછી પણ તેઓએ લાંબા સમય સુધી યુપીમાં જોઈનિંગ કર્યું નહોતું. 

Image

યુપી સરકારે કર્યા હતા સસ્પેન્ડ
10 ઓક્ટોબર, 2022ના રોજ નિમણૂક વિભાગે IAS અભિષેક સિંહનો અભિપ્રાય માંગ્યો હતો, જેનો પણ કોઈ જવાબ મળ્યો ન હતો. આ વચ્ચે 30 જૂન, 2022ના રોજ અધિકારી યુપીમાં જોઈનિંગ કરવા માટે સંમત થયા હતા. IAS અધિકારી અભિષેક સિંહે દિલ્હીથી રિલીઝ થયા બાદ પણ ઉત્તર પ્રદેશના ભરતી વિભાગમાં તેમના યોગદાનની જાણ કરી ન હતી. ઉત્તર પ્રદેશ સરકારે આ કૃત્યને અખિલ ભારતીય સેવા અધિનિયમ 1963ના નિયમ 3નું ઉલ્લંઘન માનીને IAS અભિષેક સિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા અને તેમને મહેસૂલ પરિષદ સાથે જોડ્યા હતા.

પત્ની પણ છે DM
2011 બેચના IAS અધિકારી અભિષેક સિંહ જૌનપુરના રહેવાસી છે. તેમના પત્ની દુર્ગા શક્તિ રાજપાલ બાંદા જિલ્લાના ડીએમ છે. તાજેતરમાં જ અભિષેક સિંહે પોતાના વતન જૌનપુરમાં ગણેશ મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં મુંબઈના તમામ ફિલ્મ કલાકારો સામેલ થયા હતા. અભિષેક સિંહ ઘણા વીડિયો આલ્બમમાં અભિનેતા તરીકે કામ કરી ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ