બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / I will continue my practice Rinku Singh is not thinking about debuting in Team India, know why he said this big thing

IPL 2023 / 'હું મારી પ્રેક્ટિસ ચાલુ રાખીશ..' ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ વિશે નથી વિચારી રહ્યો રિંકુ સિંહ, જાણો શા માટે કહી આ મોટી વાત

Megha

Last Updated: 10:15 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરી એકવાર રિંકુ સિંહની ઇનિંગે બધાના દિલ જીતી લીધા. રિંકુ ભલે KKR ની મેચ જીતી શક્યો ન હોય, પરંતુ તે આ સિઝનમાં KKR માટે વન મેન આર્મીની જેમ રમી રહ્યો હતો.

  • ફરી એકવાર રિંકુ સિંહની ઇનિંગે બધાના દિલ જીતી લીધા
  • KKR માટે વન મેન આર્મીની જેમ રમી રહ્યો હતો રિંકુ
  • રિંકુ સિંહ માટે ભારતીય ટીમના દરવાજા ખુલ્લા છે

IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં KKRને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ફરી એકવાર રિંકુ સિંહની ઇનિંગે બધાના દિલ જીતી લીધા. રિંકુ ભલે KKR ની મેચ જીતી શક્યો ન હોય, પરંતુ તેણે આ સિઝનમાં જે રીતે બેટિંગ કરી તે જોતા એવું લાગે છે કે તે KKR માટે વન મેન આર્મીની જેમ રમી રહ્યો હતો. 

શું કહ્યું રિંકુ સિંહે
IPL 2023 સીઝનમાં બેટથી શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહ હાલમાં ભારતીય ટીમમાં બોલાવવા અંગે વિચારી રહ્યો નથી. તેના બદલ  તે સખત મહેનત કરવાનું ચાલુ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. રિંકુએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેના મગજમાં પાંચ સિક્સર હતી (જે તેણે ગુજરાત ટાઇટન્સ સામે ફટકારી હતી). હું ખૂબ જ આરામમાં હતો અને વિચાર્યું કે હું આવી રીતે હિટ કરી શકું છું. અમને છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. હું એક બોલ ચૂકી ગયો અન્યથા અમે જીતી ગયા હોત.

26 વર્ષીય ખેલાડીની સિઝન ઘણી સારી રહી છે. તેણે ટુર્નામેન્ટમાં ચાર અર્ધસદી અને 149.53ના પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટ સાથે 474 રન બનાવ્યા છે. તેને કહ્યું કે, 'જ્યારે સિઝન આટલી સારી રીતે ચાલે છે, ત્યારે વ્યક્તિને સારું લાગે છે પણ હું ભારતીય ટીમ માટે પસંદગી અંગે વિચારી રહ્યો નથી. હું મારી દિનચર્યાને વળગી રહીશ, મારી પ્રેક્ટિસ ચાલુ રાખીશ. નામ અને પ્રસિદ્ધિ હશે પણ હું મારું કામ કરતો રહીશ.

ટીમ ઈન્ડિયામાં તક મળી શકે છે
રિંકુ સિંહ માટે ભારતીય ટીમના દરવાજા ખુલ્લા છે. આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આવી સ્થિતિમાં સિનિયર ખેલાડીઓ વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત હશે. આવી સ્થિતિમાં નવા ખેલાડીઓને ટી20માં ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી શકે છે. રિંકુ સિંહ ફિનિશર તરીકે ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ