બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / I will come again next year: PM Modi's boast from Red Fort

નિવેદન / હું આવતા વર્ષે ફરી આવીશ : PM મોદીનો લાલ કિલ્લાથી હુંકાર, જુઓ ભાષણમાં બીજા શું એલાન કર્યા

Priyakant

Last Updated: 09:21 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2023 News: 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી તિરંગો ફરકાવ્યો

  • PM નરેન્દ્ર મોદીએ દિલ્હી લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું હતુ
  • સતત 10મી વખત PM મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો
  • PM મોદીએ વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપી નવી વિશ્વ વ્યવસ્થા વિશે વાત કરી
  • PM મોદીએ કહ્યું, આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ

Independence Day 2023 : આજે સમગ્ર 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું હતુ. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી તિરંગો ફરકાવ્યો છે. આ સતત 10મી વખત છે જ્યારે PM મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ પોતાના 10 વર્ષના UPA કાર્યકાળમાં સતત 10 વખત તિરંગો ફરકાવ્યો હતો.

PM મોદીએ લાલ કિલ્લા પરથી 10મી વાર સંબોધન આપ્યું 
PM મોદીએ 140 કરોડ ભારતીયોના પરિવારને સંબોધિત કરીને લાલ કિલ્લા પરથી તેમના 10મા સંબોધનની શરૂઆત કરી અને પરિવારના સભ્યો શબ્દનો ઉલ્લેખ કરવાનું ચાલુ રાખ્યું. સામાન્ય રીતે PM મોદી પોતાના સંબોધનમાં દેશવાસીઓ શબ્દનો ઉપયોગ કરે છે, પરંતુ આ વખતે PM મોદીએ પરિવારના સભ્યો શબ્દનો સતત ઉપયોગ કર્યો. આ સિવાય PM મોદીએ વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપ્યો અને નવી વિશ્વ વ્યવસ્થા વિશે વાત કરી. તેમણે કહ્યું કે, આ નિર્ણય લેવામાં ભારતની ભૂમિકા નિર્ણાયક રહેશે અને ભારત પણ આ માટે તૈયાર છે.

PM મોદી દયાનંદ સરસ્વતી અને મીરાબાઈનો કર્યો ઉલ્લેખ 
PM મોદીએ મહર્ષિ અરબિંદો અને દયાનંદ સરસ્વતી તેમજ રાણી દુર્ગાવતી અને મીરાબાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. મણિપુર હિંસા અંગે તેમણે કહ્યું કે, મણિપુરમાં હિંસાનો સમયગાળો હતો.તેમણે કહ્યું કે, થોડા દિવસોથી મણિપુરમાં શાંતિ હોવાના અહેવાલો છે. દેશ મણિપુરની સાથે છે. PM મોદીએ કહ્યું કે, શાંતિથી જ ઉકેલનો રસ્તો મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને ઉકેલ શોધવા માટે કામ કરી રહી છે.

આગામી 15 ઓગસ્ટે ફરી આવીશ
PM મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, 2014માં મેં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. તમે દેશવાસીઓએ મારા પર વિશ્વાસ કર્યો. મેં તમને આપેલા મારા વચનને વિશ્વાસમાં ફેરવી દીધું. 2019માં પ્રદર્શનના આધારે તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. પરિવર્તને મને બીજી તક આપી. હું તમારા બધા સપના પૂરા કરીશ. 2047નું સપનું સાકાર કરવાની સૌથી મોટી સોનેરી ક્ષણ આવતા પાંચ વર્ષ છે. આગામી 15 ઓગસ્ટે આ લાલ કિલ્લા પરથી હું તમારી સામે દેશની ઉપલબ્ધિઓ અને વિકાસ રજૂ કરીશ. આગામી 15મી ઓગસ્ટે ફરી આવીશ. હું ફક્ત તમારા માટે જ જીવું છું. જો હું પરસેવો કરું છું, તો હું તમારા માટે પરસેવો પાડુ છું. કારણ કે તમે મારો પરિવાર છો. હું તમારું દુ:ખ જોઈ શકતો નથી.

ગુલામીના સમયને યાદ કરતાં શું કહ્યું ? 
PM મોદીએ ગુલામીના સમયને યાદ કરતાં તેમણે કહ્યું કે, ઇતિહાસની કેટલીક ક્ષણો અમીટ છાપ છોડી જાય છે. રાજાની હારની એક નાની ઘટનાને કારણે ભારતને હજાર વર્ષની ગુલામીનો સામનો કરવો પડ્યો. PM મોદીએ કહ્યું કે, નાની નાની ઘટનાઓ પણ હજાર વર્ષ સુધી અસર છોડી દે છે. તેમણે કહ્યું કે, હું ઈતિહાસનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કારણ કે આ સમયે દેશ એવા મુકામે ઉભો છે જ્યાં લીધેલા નિર્ણયો હજાર વર્ષ આગળનું ભાગ્ય લખશે.

દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
આ પહેલા પીએમ મોદીએ ટ્વિટર પર દેશવાસીઓને  77માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે, 'તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેકોઅનેક શુભેચ્છાઓ. આવો, આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરીએ. જય હિન્દ!'

કયા પ્રધાનમંત્રીએ કેટલી વખત ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ 
નોંધનીય છે કે અટલ બિહારી વાજપેયીએ પ્રધાનમંત્રી પદ પર રહેતા 6 વખત તિરંગો ફરકાવ્યો હતો. રાજીવ ગાંધી અને પીવી નરસિંહા રાવે પાંચ પાંચ વખત જ્યારે મોરારજી દેસાઇએ બે વખત, ચૌધરી ચરણ સિંહ, VP સિંહ, એચડી દેવગૌડા અને IK ગુજરાલે એક એક વખત લાલ કિલ્લાથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. 

આજે PM મોદીએ મનમોહન સિંહના રેકોર્ડની કરી બરાબરી 
નોંધનીય છે કે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 10 વખત રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા પર ફરકાવ્યો હતો, આજે પ્રધાનમંત્રી મોદીએ પણ 10મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવીને આ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

પીએમ મોદીએ મણિપુર હિંસાનો કર્યો ઉલ્લેખ
જે બાદ પીએમ મોદીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મણિપુરમાં હિંસા ફેલાઈ. માતા-બહેનોના સન્માન સાથે ખિલવાડ કરવામાં આવ્યો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અહીંની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. શાંતિ પાછી આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. દેશ મણિપુરના લોકોની સાથે છે. શાંતિ દ્વારા જ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આ સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે. સમગ્ર દેશ આજે મણિપુરની સાથે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ