બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / I urge farmers to adopt the path of discussion by leaving the path of protests-Narendra Singh Tomar

નિવેદન / ભારત બંધ પહેલા ફફડી સરકાર, કૃષિ મંત્રી તોમર આવ્યા સામે, ખેડૂતોને અપીલ કરતા જુઓ શું બોલ્યાં

Hiralal

Last Updated: 09:17 PM, 26 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલના ભારત બંધના એલાન પહેલા કેન્દ્ર સરકાર વતી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને ફરી વાર આંદોલનનો માર્ગ છોડી દેવાની અપીલ કરી છે.

  • આવતીકાલે ભારત બંધનું એલાન
  • કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને કરી મોટી અપીલ
  • આંદોલનનો માર્ગ છોડીને મંત્રણાનો રસ્તો અપનાવો 

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે હું ખેડૂતોને આગ્રહ કરુ છુંકે તેઓ આંદોલન છોડીને મંત્રણાનો માર્ગ અપનાવો. સરકાર તેમના વાંધા-વચકાઓનો વિચાર કરવા તૈયાર છે અને આ પહેલા પણ અનેક વાર મંત્રણા કરી ચૂકી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રાખશે. 

કૃષિ મંત્રીએ કહ્યું કે જો ખેડૂતોને લાગતું હોય તો હજુ પણ કંઈ રહી ગયું છે તો સરકાર તે મુદ્દે વાત કરવા તૈયાર છે. 

છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ કિસાન મોર્ચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. સંયુક્ત કિસાન મોર્ચાના કુલ 40 સંગઠનોની સાથે રાજકીય પાર્ટીઓ તેમના સમર્થનમાં આવી છે. જેથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં અત્યારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

ખેડૂતો હવે આરપારના મૂડમાં 

આંદોલન શરૂ થશે 10 મહિના ઉપર થયા તેમ છતા પણ સરકાર દ્વારા કાયદાઓને રદ કરવામાં નથખી આવ્યા જેને કારણે ખેડૂતો હવે રોષે ભરાયા છે અને હવે તેઓ આર ક્યાતો પારના મૂડમાં જોવા મળી રહ્યા છે. 

શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે ? 

ભારત બંધને લઈને સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા કહેવામાં આવ્યું છે કે સવારના 6 વાગ્યા લઈને લઈને સાંજન 4 વા્યા સુધી ભારત બંધ રહેશે. જે સમયગાળામાં બધીજ સરકારી કચેરીઓ, શિક્ષણ સંસ્થાન, દુકાનો અને ઉદ્યોગો બંધ રહેશે. જ્યારે હોસ્પિટલો, દવાની દુકાનો એમ્બ્યુલન્સ સેવા જેવી ઈમરજન્સી સેવાઓને ચાલુજ રહેશે. 

રાજકીય પાર્ટીઓનું ખેડૂતોને સમર્થન 

સંયુક્ત કિસાન મોર્ચાના ભારત બંધને ઘણી રાજકીય પાર્ટચીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જેમા પંજાબના મુખ્યમંત્રી  ચન્નીએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. બીજી તરફ બિહાર વિધાનસભાના નેતા તેજસ્વી યાદવે પણ ભારત બંધમાં શામેલ થવાની જાહેરાત કરી છે. તે સિવાય આમ આદમી પાર્ટી, આંધ્ર સરકાર, તૃણમૂલ કોંગ્રેસ જેવી મોટા ભાગની રાજકીય પાર્ટીઓ દ્વારા પણ ભારતબંધને સમર્થન આપવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ