બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / I Honeytrap blackmailing jaspreet kaur arrested in punjab, viral videos and photo

હનીટ્રેપ / INSTAGRAM ફેમ: બ્યુટી બતાવી કરતી બ્લેકમેલિંગ! માફિયા સાથે કનેક્શન, આ રીતે લૂંટતી હતી જસનીત કૌર

Vaidehi

Last Updated: 04:58 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈનસ્ટાગ્રામ પર બિભત્સ ફોટોઝ શેર કરતી જસનીત કૌર ફેમસ થવા લાગી..ધીરે-ધીરે લોકોને હની ટ્રેપમાં ફંસાવી લૂંટવા લાગી. જાણો પછી શું થયું

  • બિભત્સ ફોટોઝ શેર કરતી જસમીત
  • લોકોને બ્લેકમેલ કરી ભેગા કરતી પૈસા
  • માફિયાઓની મદદથી લોકોને ધમકાવતી

પંજાબમાં હાલમાં એક મહિલા ચર્ચામાં છે જેનું નામ છે જસનીત કૌર. તે એક ઈનસ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર છે. લોકો તેના વીડિયો અને ફોટોઝનાં ફેન બની ગયાં છે. પરંતુ જસનીતે પોતાની લોકપ્રિયતાનાં ચક્કરમાં નવો ધંધો શરુ કર્યો જેનું નામ હતું બ્લેકમેલિંગ. આ ધંધાનાં કારણે તેનું પતન શરૂ થઈ ગયું.

ઈનસ્ટાગ્રામ પર બિભત્સ ફોટો પોસ્ટ કરતી હતી
પહેલાં તે ઈનસ્ટાગ્રામ પર પોતાની સામાન્ય સુંદર તસવીરો શેર કરતી હતી જેમાં તે અત્યંત મોહક દેખાતી હતી. પરંતુ ધીરે-ધીરે તે અશ્લીલ ફોટોઝ-વીડિયોઝ શેર કરવા લાગી. જસનીત કૌરે પોતાના આવા કોન્ટેન્ટને લીધે ફેમસ થવા લાગી હતી અને પછી લોકોને પોતાના ષડયંત્રમાં ફસાવા લાગી. પહેલા તે મિત્રતા કરતી અને પછી બ્લેકમેલિંગની રમત રમવા લાગી. આરોપ છે કે જસનીત પોતાની સુંદરતાનાં જાળમાં લોકોને ફસાવીને મોટી રકમ વસૂલતી હતી. એટલું જ નહીં જે પૈસા આપવાની વાતને નકારે, તેને તે ગેંગસ્ટર પાસેથી ધમકાવતી હતી.

માફિયાઓ પાસેથી ધમકાવતી લોકોને
જસનીત કૌર પંજાબનાં સંગરુર જિલ્લાની રહેનારી છે. માહિતી અનુસાર આ બ્લેકમેલિંગનાં ધંધા દરમિયાન તેની મિત્રતા એક મોટી રાજનૈતિક પાર્ટીનાં નેતા સાથે થઈ ગઈ હતી. અને આ નેતા પણ તેને આ કામમાં મદદ કરવા લાગ્યાં હતાં. જસનીતે પોતાના કાળાકામથી એટલાં પૈસા કમાવ્યાં કે તેણે BMW  પણ ખરીદી લીધી જેની કિંમત 75 લાખ રૂપિયા છે. આ ધંધામાં રહેવાને કારણે તેના અનેક માફિયાઓ સાથે પણ કોન્ટેક્ટ વધી ગયાં. જેમના થકી તે લોકોને ધમકી અપાવતી હતી.

જસનીતની થઈ ધરપકડ
જસનીત લોકોનો શિકાર કરતી રહી. આ દરમિયાન તેને લુધિયાણાનાં ટ્રેડર ગુરબીરને ફસાવાની તેણે કોશીશ કરી. જસનીત તેને બ્લેકમેઈલ કરવા લાગી અને એક કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવા લાગી. ગુરબીર તેની માયાજાળમાં ન ફસાયો. જસનીતે ગુરબીરને ગેંગસ્ટરથી ધમકાવા લાગી. છતાં પણ તે ડર્યો નહીં અને લુધિયાણાનાં મોડસ ટાઉન સ્ટેશનમાં જઈને સમગ્ર મામલો જણાવ્યો અને ફરિયાદ નોંધાવી.

પોલીસ નેતામિત્રને  શોધી રહી છે 
પોલીસે આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી. પોલીસે કેટલીક જગ્યાઓ પર છાપા માર્યા અને અંતે પોલીસે જસનીત કૌરની મોહાલીથી ધરપકડ કરી. તેની ધરપકડને પોલીસની મોટી સફળતા માનવામાં આવી રહી છે. પોલીસએ કહ્યું કે જસનીતે અત્યાર સુધી કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે તે અંગે તપાસ ચાલુ છે. જસનીતનાં નેતામિત્રની પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું કે 2 દિવસની રિમાન્ડ દરમિયાન જસનીત સાથે પૂછપરછ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ