ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Hurt the faith of millions of devotees! Maulana's controversial statement regarding the Somnath temple was so toxic that a complaint wa
Last Updated: 11:25 PM, 9 February 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજિદ રશીદીએ હિન્દુઓની આસ્થા ના પ્રતીક એવા સોમનાથ મંદિર બાબતે વિવાદિત નિવેદન આપ્યું. સાજીદ રશીદી વિવાદિત નિવેદનોને પગલે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેમણે ફરી એકવાર પોતાના નિવેદનથી વિવાદ ઊભો કર્યો છે. આ મૌલાના ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ છે સાજિદ રશીદી. મૌલાના રશીદે હિન્દુઓની આસ્થા સમાન એવા સોમનાથ મંદિરની પર વિવાદીત નિવેદન આપતા લોકોના લાગણી દુભાવવા પામી છે.
ADVERTISEMENT
કોઈની આસ્થા પર આ રીતે નિવેદન આપવું તે યોગ્ય નથી
કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર બાબતે મૌલાના ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ સાજીદ રશીદીએ એક ન્યૂઝ એજન્સીને સોમનાથ મંદિર વિરૂદ્ધ લોકોના લાગણી દુભાવતું નિવેદન આપ્યું હતું. મૌલાનાના ખાનગી ન્યૂઝ એજન્સીને આપવામાં આવેલ નિવેદન બાદ લોકો તેની સામે ફીટકાની લાગણી વરસાવી રહ્યા છે. તેમજ લોકો કહી રહ્યા છે કે કોઈ ધર્મ કે કોઈની આસ્થા પર આ રીતે નિવેદન આપવું તે યોગ્ય નથી.
ADVERTISEMENT
કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી
વિશ્વભરમાં રહેલા કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારા મૌલાના સાજીદ રશીદના નિવેદન ને કારણે અત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.અને આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.સોમનાથ મંદિર વિશે વિવાદિત ટિપ્પણી કરનાર વિધર્મી વિરુદ્ધ નોંધાયો ગુન્હો.ઓલ ઇન્ડિયા ઈમામી એસોસિયેશનના પ્રમુખ મૌલાના મહંમદ સાજીદ રસીદી એ સોમનાથ મંદિર વિશે કરી દીધી હતી વિવાદિત ટિપ્પણી.
ADVERTISEMENT
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની ફરિયાદ આધારે પ્રભાસ પાટણ પોલીસે ગુનો નોંધ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.