બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / how women can see risk of heart attack and heart attack symptom in women

તમારા કામનું / મહિલાઓમાં વધી ગયા છે હાર્ટ એટેકના કેસ: હૃદય સંબંધી બીમારીના આ છે સંકેત, જાણો શું કહે છે સ્ટડી

Manisha Jogi

Last Updated: 03:00 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે યુવા અને બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ હાર્ટ એટેક આવી રહ્યા છે.

  • હાર્ટ હેલ્ધી રહે તે ખૂબ જરૂરી
  • લોકો હ્રદય સંબંધિત બિમારીઓની ચપેટમાં આવી રહ્યા છે
  • મહિલાઓને વધુ હાર્ટ એટેક આવી રહ્યા છે

હાર્ટ હેલ્ધી રહે તે ખૂબ જરૂરી છે. લોકો હ્રદય સંબંધિત બિમારીઓની ચપેટમાં આવી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, અગાઉ એક નિશ્ચિત ઉંમર સુધી હાર્ટ એટેક આવતો હતો, પરંતુ હવે યુવા અને બાળકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી પુરુષોની સરખામણીએ મહિલાઓને વધુ હાર્ટ એટેક આવી રહ્યા છે. 

સ્ટડી
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, મહિલાઓમાં કાર્ડિયોવસ્ક્યુલર બિમારી વધી રહી છે. દર વર્ષે મહિલાઓના થતા મૃત્યુમાં 35 ટકા મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે. મહિલાઓમાં હ્રદય સંબંધિત બિમારીઓ બાબતે જાગૃતતા આવે તે જરૂરી છે. મહિલાઓમાં કાર્ડિયોવૈસ્ક્યુલર ડિસીઝ (હ્રદય રોગ સંબંધિત બિમારી) સાથે જોડાયેલ ગંભીર લક્ષણો વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 
 
હ્રદય રોગના લક્ષણો
હ્રદય રોગ પ્રત્યે જાગૃતતાનો અભાવ અને મહિલાઓમાં હાર્ટ ડિસીઝ પ્રત્યેની સેંસેટિવિટીને કારણે મહિલાઓને હ્રદય સંબંધિત બિમારી થઈ રહી છે. જેના કારણે મહિલાઓ ઓછી ઉંમરે હાર્ટ એટેક અને હ્રદય રોગ સંબંધિત બિમારીનો શિકાર બની રહી છે. કેટલાક મામલે મહિલાઓમાં પુરુષોની સરખામણીએ હ્રદય રોગના લક્ષણો અલગ હોઈ શકે છે. જેમ કે, મહિલાઓને હાર્ટ એટેક પહેલા જડબામાં દુખાવો તાય છે, જે એક સામાન્ય લક્ષણ છે. ઉપરાંત ખભા અને ડાબી બાજુની છાતીમાં દુખાવો થાય છે. પીઠના ઉપરના ભાગ અને પેટના ઉપરના ભાગમાં વારંવાર દુખાવો થવો તે ગંભીર હાર્ટ એટેકનો સંકેત આપે છે. સતત પરસેવો થવો, ચક્કર આવવા તે કાર્ડિયાક અરેસ્ટના લક્ષણ છે. કોઈપણ ભારે કામ ના કરવા છતાં હાથમાં દુખાવો થવો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. 
 
કઈ મહિલાઓને હાર્ટ એટેકનું જોખમ રહે છે
જે મહિલાઓની ફેમિલી હિસ્ટ્રીમાં હાર્ટ એટેકના કેસ હોય તેમને હ્રદય રોગનું જોખમ વધુ રહે છે. ઉપરાંત ડાયાબિટીસ 2, મેદસ્વીતા, હાઈપરટેંશન એટલે કે, હાઈ બીપીથી પીડિત મહિલાઓ હાર્ટ એટેક અને હ્રદય રોગનો શિકાર થાય છે. જે મહિલાઓનો કોલસ્ટ્રોલ હાઈ હોય અને મેનોપોઝ ચાલી રહ્યો હોય, ચિંતા અને ડિપ્રેસીવ મહિલાઓ, અનિંદ્રા લેતી મહિલાઓ, જે મહિલાઓ વધુ સ્મોકિંગ અને દારૂનું સેવન કરતી હોય તેઓ હ્રદય રોગનો શિકાર બને છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ