નબળા ગ્રહના કારણે વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર થાય છે. કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તો અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મનુષ્યના જીવનમાં નવ ગ્રહોની અસરો જોવા મળે છે
ચંદ્ર નબળો હોય તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે
આવો જાણીએ કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યના જીવનમાં નવ ગ્રહોની સારી અને ખરાબ અસરો જોવા મળે છે. કોઈ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે, તો વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે. નબળા ગ્રહના કારણે વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર થાય છે. કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તો અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીંયા અમે તમને ચંદ્ર ગ્રહના લક્ષણો અને ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.
ચંદ્ર નબળો હોવાના લક્ષણો
કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તો નિર્ણય ક્ષમતા ઓછી થઈ જાય છે.
માનસિક રીતે પરેશાન થઈ શકો છો.
કુંડળીમાં ચંદ્ર ગ્રહ નિમ્ન કક્ષાએ હોય તો માનસિક બિમારી થઈ શકે છે.
ચંદ્ર નાની નાની બાબતોએ પરેશાન કરી શકે છે.
સર્દી-ખાંસીથી પીડાઈ શકો ચો.
બ્લડપ્રેશર સંબંધિત પરેશાની થઈ શકે છે.
ચંદ્રને મજબૂત કરવાના ઉપાય
કુંડળીમાં ચંદ્ર નબળી પરિસ્થિતિમાં હોય તો જ્યોતિષ શાસ્ત્ર નિષ્ણાંતની સલાહ અનુસાર રત્ન ધારણ કરવો જોઈએ.
કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવા માટે વડના ઝાડ પર નિયમિતરૂપે પાણી ચઢાવવું જોઈએ.
ચાંદીને ચંદ્રની ધાતુ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમણે ચાંદીનું કડું, વીંટી, ગળામાં ચાંદીની ચેન અથવા પગમાં ચાંદીના ઝાંઝર પહેરવા જોઈએ.
કુંડળીમાં ચંદ્ર નબળી સ્થિતિમાં હોય તો રાત્રે મોડા સુધી ના જાગવું જોઈએ. કુંડળીમાં ચંદ્રને મજબૂત બનાવવા સોમવારે ભગવાન શિવને ખીર કે રબડી અર્પણ કરવી જોઈએ.
સફેદ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્ર મજબૂત થાય છે. નબળા ચંદ્રને મજબૂત કરવા માટે સોમવારે 9 કન્યાઓને ખીર ખવડાવવાથી લાભ થાય છે.