બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / how-to-recharge-any-jio-number-using-myjio-app-know-step-by-step-process

NULL / MyJio એપથી બીજા જિયો નંબર પર આવી રીતે કરો રિચાર્જ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

તમારામાંથી મોટાભાગના લોકો પાસે જિયોનું સિમ કાર્ડ હશે. તમારામાંથી ગણા લોકો એવા હશે જે દપાનથી રિચાર્જ કરાવતા હશે અને કેટલાક લોકો એવા પણ હશે જે ખુદ જ માય જિયો એપ અથવા કોઇ અન્ય એપથી પોતાના જિયોના નંબર રિચાર્જ કરાવતા હશે. 

એવામાં ઘણી વખત એવું થાય છે કે આપણે આપણા માય જિયો એપ દ્વારા પોતાના કોઇ બીજા જિયો નંબર પર રિચાર્જ કરવા ઇચ્છો છો પરંતુ કેટલાક લોકોને આ માટે જાણકારી હોતી નથી તો ચલો આજે અમે તમને જણાવીએ કે માય જિયો એપથી બીજા જિયો નંબર પર કેવી રીતે રિચાર્જ કરશો. 

સોથી પહેલા કામ એ છે કે જો તમારા ફોનમાં માય જિયો નથી તો એને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલના એપ સ્ટોરથી ડાઉનલોડ કરો અને તમારા જિયો નંબરથી સાઇન ઇન કરો. ત્યારબાદ માય જિયો એપમાં તમારી પ્રોફાઇલ બની જશે અને જોઇ શકશો કે તમારા જિયો નંબર પર કયો પ્લાન એક્ટિવેટ છે અને ક્યા સુધી મર્યાદા છે. 

જો હવે તમે માય જિયો એપથી કોઇ બીજા કે જિયો નંબર પર રિચાર્જ કરવા ઇચ્છો છો તો માય જિયો એપની ડાબી બાજુ આપવામાં આવેલા 3 ડોટ પર ક્લિક કરો. હવે તમને ઘણા બધા વિકલ્પ મળશે. એમાંથી રિચાર્ડના વિકલ્પ પર ક્લિક કરો. 

હવે તમને ચાર વિકલ્પ મળશે જેમાંથી તમારી રિચાર્જ અધર નંબરના વિકલ્પ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદગ તમને 3 વિકલ્પ મોબાઇલ એન્ડ જિયોફાઇ જિયોગીગાફાઇબર અને જિયો લિંકનો વિકલ્પ મળશે. એમાંથી તમને મોબાઇલ એન્ડ જિયોફાઇના વિકલ્પ પર ક્લિક કરવાનું છે અને નીચે એ મોબાઇવ નંબરને નાંખવાનો છે જેને તમે રિચાર્જ કરવાનો છે. 

હવે નંબર નાંખ્યા બાદ તમારે સબમિટ બટન ક્લિક કરવાનું છે. હવે તમને એ પૂછવામાં આવશે કે તમે પેમેન્ટ કયા માધ્યમથી કરવા ઇચ્છો છો. અહીંયાથી તમે બેંકિંગ જિયોમની પેટીએમ ફોનપે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનું પેમેન્ટ કરી શકો છો અને આવી રીતે માય જિયો એપથી બીજાના જિયો નંબર પર રિચાર્જ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ