ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / how to overdraft money when bank account is zero here are the details

તમારા કામનું / બેન્ક અકાઉન્ટ ખાલી હોય તો પણ આ રીતે કાઢી શકો છો પૈસા, ઇમરજન્સીમાં કામ લાગે એવી રીત

Published By: Mayur

Last Updated: 04:00 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ખબર છે કે મુશ્કેલીના સમયમાં તમે બેન્ક પાસેથી પૈસા ઉપાડી શકો છો, પછી ભલે તમારા અકાઉન્ટમાં એક રૂપિયો પણ બેલેન્સ ન હોય! અહીં જાણો વિગતવાર માહિતી

ADVERTISEMENT

  • બેન્ક પાસેથી ઇમર્જન્સીમાં ઉપાડી શકાય રૂપિયા 
  • ઓવરડ્રાફ્ટ કરવાની સુવિધા લઈ શકાય
  • જાણો તમામ માહિતી 

આપણે કેટલીક્ વાર અચાનક જ નાણાંની તંગી સર્જાય તો ભારે મૂંઝવણમાં મુકાઇ જઈએ છીએ એ હવે શું કરીશું? આજે તમને એક એવો રસ્તો આપવાના છીએ કે આવી સ્થિતિમાં પણ તમે જ તમારી મદદ કરી શકો અને કોઇ મીત્ર કે સંબંધીની પાસે તમારે જવાની જરૂર ન પડે. 


Overdraft ની સુવિધા એટલે શું?
ખરેખર ઓવર્ડરફટ એટલે કે એક શોર્ટ ટર્મ લોન. જે ખાતાધારક પોતાના આકાઉન્ટમાં એક પણ રૂપિયો ન હોય ત્યારે પણ પોતાના આકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે. લગભગ બધી જ સરકારી અને પ્રાઇવેટ બેન્કોમાં ઓવડ્રાફ્ટ સુવિધા પણ મળે છે. મોટે ભાગે બેન્કોમાં આ સુવિધા કરંટ અકાઉન્ટ, સેલરી અકાઉન્ટ કે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતી હોય છે. અમુક બેન્કોમાં શેર, બોન્ડ, સેલરી, ઈન્શ્યોરન્સ પોલિસી, ઘર, સંપતિ જેવી વસ્તુઓ પર પણ ઓવરડ્રાફ્ટ થાય છે. 

લિમિટ કઈ રીતે નક્કી થાય?
મોટે ભાગે બેન્ક પોતાના ગ્રાહકોને મેસેજ કે ઈમેલ વડે આઅ બાબતની જાણ કરતી હોય છે કે તેઓ ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ લઈ શકે છે. બેન્ક તરફથી ઓવર ડ્રાફ્ટની લિમિટ પહેલાથી નક્કી જ હોય છે. સેલરી ઓવરડ્રાફ્ટની સુવિધા ત્યારે જ કામ લાગે છે જ્યારે અચાનક કોઈ ખર્ચ કરવાનૉ થાય.
EMI, SIP કે કોઈ ચેક જો બાઉન્સ થાય તો પણ આ દુવિધાથી બચવા માટે તમે તેનો લાભ લઈ શકો છો. 

ઓવરડ્રાફ્ટ લેવાની પ્રક્રિયા 
ઇમરજન્સીના સમયે કેશની જરૂર હોય તો બેંકમાં આ માટે જે રીતે બેંકમાં લોન મૂકવા માટે કરીએ એ જ રીતે અરજી કરવાની હોય છે. એમાં પણ સેલરી અને કરંટ આકાઉન્ટ ધરાવતા લોકોને થોડીક સરળતા રહે છે. 

ઓવરડ્રાફ્ટ અનુસાર તમને બેન્ક પાસેથી જરૂરિયાતના સમયે પૈસા મળી જશે પરંતુ આઅ એક એવું ધિરાણ છે જેના માટે પછીથી તમારે વ્યાજ પણ ચૂકવવાનું થશે. 

કેટલો ઓવરડ્રાફ્ટ?

ઇમર્જન્સીના સમયે કેશની જરૂર હોય તો બેંકમાં તેના માટે અપલાય કરવાનું હોય છે એ તેના પર વ્યાજ લેશે અને જેટલી રકમ મળશે તેના પર એ આધાર રાખે છે કે કેટલું વ્યાજ લેવામાં આવશે. ઓવરડ્રાફ્ટ માટે બેન્ક સામે કૈંક સમાન ગીરવે પણ મૂકવો પડશે જેમ કે ફિક્સ્ડ ડિપોઝિટ કે બોન્ડ અથવા શેર. તેના હિસાબ મુજબ કેશની લીમીટ વધુ કે ઓછી થઈ શકે છે. જે રીતે બેન્કમાં તમારા 2 લાખ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટમાં હોય તો આશરે 1.5 લાખનો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. એ જ રીતે શેર, બોન્ડ કે ડિબેન્ચર ના કેસમાં પણ વધુ કે ઓછી રકમ મળતી હોય છે. 

આ છે શરતો 

ઓવરડ્રાફ્ટ સુવિધા જોઇન્ટમાં પણ લઈ શકાય છે જેમાં બંને લોકોની જવાબદારી પૈસા ચૂકવવાની રહે છે. જો કોઈ રકમ પૂરી ન ભરે તો બીજાને એ રકમ ચૂકવવી પડતી હોય છે. જો તમે રકમ ચૂકવી ન શકો તો તમે ગીરવે રાખેલી વસ્તુઓથી તેની ભરપાઈ થતી હોય છે. પરંતુ ઓવરડ્રાફ્ટ કરતાં તો  રકમ વધારે જ હોય છે પરંતુ જો ઓછી હોય તો ઉપરની રકમ ફરી તમારે આપવી પડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bank account gujarati samachar overdraft ઓવરડ્રાફ્ટ બેન્ક અકાઉન્ટ bank overdraft

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ