બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / How to make sweet and sour amla candy and store for whole year
Last Updated: 12:31 PM, 17 November 2019
સામગ્રી
ADVERTISEMENT
આમળા- 250 ગ્રામ
ખાંડ- 400 ગ્રામ
લીંબુનો રસ- 1 ચમચી
સંચળ- 1/4 ચમચી
કોર્નફ્લોર- 1 ચમચી
દેશી ઘી- 1 ચમચી
દળેલી ખાંડ- 2 ચમચી
રીત
ADVERTISEMENT
સૌથી પહેલાં આમળા લઈ તેને સરખી રીતે ધોઈને ચૂછી લેવા. પછી કૂકરમાં 1 નાનો ગ્લાસ પાણી નાખી 4 સીટીમાં આમળા બાફી લેવા. પછી સીટી ખુલે એટલે આમળા ડિશમાં કાઢી તેની કળીઓ અલગ કરી દેવી અને બીજ કાઢી દેવા. પછી આમળાને મિક્સરમાં લઈને પીસી લેવું. પછી એક નોનસ્ટીક પેનમાં અથવા સ્ટીલની કડાઈ લઈ તેમાં આમળાની પેસ્ટ નાખવી. પછી મીડિયમ આંચ પર આમળાની પેસ્ટને 3 મિનિટ પકાવી તેમાં ખાંડ ઉમેરવી. પછી સતત હલાવતા રહેવું. પછી તેમાં લીંબુનો રસ નાખવો.પછી તેમાં સંચળ, કોર્ન ફ્લોર થોડું થોડું નાખી હલાવવું. છેલ્લે તેમાં 1 ચમચી ઘી નાખવું. 5 મિનિટ વધુ પકાવવું. સહેજ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે તેની નાની-નાની ગોળીઓ બનાવી લેવી. પછી દળેલી ખાંડમાં લપેટી એર ટાઈટ બરણીમાં ભરી લો. તમે આ ગોળીઓ આખું વર્ષ સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.