બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હેલ્થ માટે વરદાનરૂપ છે ફણગાવેલી મેથી, ફાયદા જાણશો તો આજે જ બનાવવાનું શીખી જશો

સ્વાસ્થ્ય / હેલ્થ માટે વરદાનરૂપ છે ફણગાવેલી મેથી, ફાયદા જાણશો તો આજે જ બનાવવાનું શીખી જશો

Last Updated: 07:53 AM, 13 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે સ્પ્રાઉટસ ખાવાની સલાહ ડાયેટિશિયન આપતા હોય છે. એવું કહેવાય છે કે અનાજમાં જે અંકુર ફૂટે છે તે પોષણમાં વધારો કરે છે અને એટલા માટે જ હેલ્થ એક્સપર્ટ સ્પ્રાઉટ્સ ખાવાની સલાહ આપતા હોય છે. તો તમે પણ ઘરમાં માંગ કે ચણા તો ફણગાવ્યા જ હશે પરંતુ ફણગાવેલી મેથી પણ સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ વિકલ્પ છે.

મોટા ભાગે આપણા દરેકના ઘરમાં ફણગાવેલા મગ બનતા જ હોય છે. અને આપણે આહારમાં તેનો સમાવેશ પણ કરતાં હોઈએ છીએ. અને મગ ઉપરાંત ચણા પણ ફણગાવીને ખાવામાં આવે તો એ પોષણની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. તેવી જ રીતે શું તમે જાણો છો કે મેથી જે આપણા ઘરમાં શાક તરીકે બને છે તેને પણ ફણગાવીને ખાઈ શકાય છે??? મેથીને જો ફણગાવીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ સારો પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે કેવી રીતે ઘરે મેથીને ફણગાવી શકાય.

મેથીને કેવી રીતે ફણગાવવી?

ફણગાવેલી મેથી તૈયાર કરવા માટે મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ગાળીને સ્વચ્છ સુતરાઉ કાપડમાં લપેટીને લટકાવી દો. લગભગ 3 થી 4 કલાક પછી મેથી અંકુરિત થવા લાગે છે. આ અંકુરિત મેથી વિટામિન A,C, B કોમ્પ્લેક્સ, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. જ્યારે આપણે મેથીને પાણીમાં પલાળીએ છીએ ત્યારે તેની કડવાશ દૂર થઈ જાય છે. આ પચવામાં સરળ હોય છે અને તેમાં ઔષધીય ગુણ પણ હોય છે.

ફણગાવેલી મેથીના ફાયદા

  • ફણગાવેલી મેથીમાં ફિનોલ્સ, ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ, ટેનીન જેવા ફોટોકેમિકલ્સ જોવા મળે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
  • ફણગાવેલી મેથીમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે જે શરીરને અનેક ખતરનાક રોગોથી બચાવે છે.
  • અંકુરણ થયા પછી મેથીના દાણા નરમ અને પચવામાં સરળ બને છે તેથી તેના ફાયદા સરળતાથી મેળવી શકાય છે.
  • ફણગાવેલી મેથીના દાણા લોહીના પ્રવાહમાં ધીમે ધીમે ગ્લુકોઝ છોડે છે.
  • જેના કારણે લોહીમાં શર્કરાના સ્તરમાં અચાનક વધારો થતો નથી. તેથી ફણગાવેલી મેથી ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
  • ફણગાવેલી મેથીના દાણામાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ હોય છે જેનો ઉપયોગ ઘણા મેટાબોલિક રોગોમાં કુદરતી એન્ટીઑકિસડન્ટ તરીકે થઈ શકે છે.
  • ફણગાવેલી મેથીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાની અનુભૂતિ કરવામાં મદદ કરે છે અને બિનજરૂરી ભૂખને કારણે વધતા વજનને દૂર કરવામાં મદદ કરે છે.
  • આ રીતે તે વજન નિયંત્રણમાં મદદ કરે છે.
methi-fayda

વધુ વાંચો: રોજ સવારમાં ઉઠીને 50 ગ્રામ આ ડ્રાયફ્રૂટ્સ ખાઇ લો, પછી જુઓ, શરીર રહેશે હેલ્ધી એન્ડ ફિટ

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fenugreek Seeds Sprouts Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ