બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / how to find how many mobile simcard is linked with your aadhar card

તમારા કામનું / શું તમે જાણો છો કે તમારા Aadhaar પર કેટલાં સિમકાર્ડ છે એક્ટિવ! નહીં ને તો આ રીતે કરો ચેક

Dhruv

Last Updated: 02:10 PM, 20 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે તમારા Aadhaar કાર્ડ સાથે કેટલાં મોબાઇલ નંબર લિંક છે?

  • આધાર સાથે કેટલાં સિમ છે એક્ટિવ તે નીચે કઇ રીતે જાણી શકાશે? 
  • છેતરપિંડીની ઘટનાઓથી બચવા આજે જ નીચે આપેલી ટિપ્સને ફોલો કરો
  • તમારા જૂના નંબરોને પણ આધાર સાથે અનલિંક કરી શકો છો

આજના સમયમાં હવે આધારકાર્ડને સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. કારણ કે આજે દરેક સરકારી કામમાં પ્રૂફ તરીકે આધારને જ સૌથી વધારે માન્ય ગણવામાં આવે છે. ત્યારે હવે આધારકાર્ડને લઇને છેતરપિંડીની ઘટનાઓ પણ સતત વધી રહી છે. એવામાં આપણને એ પણ ખ્યાલ નથી હોતો કે આપણું આધાર કેટલાં મોબાઇલ સિમકાર્ડ સાથે લિંક છે. ત્યારે આજે અમે તમને એ રીત જણાવીશું કે આખરે કઇ રીતે તમે એ જાણી શકશો કે તમારું આધાર કેટલાં સિમકાર્ડ સાથે લિંક છે.

આધાર કાર્ડ પર મોબાઈલ સિમ લઈને છેતરપિંડી કરવાના બનાવોમાં વધારો

જણાવી દઇએ કે, હવે મોબાઈલ સિમકાર્ડ મેળવવા માટે પણ માત્ર આધારનો જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિના આધાર કાર્ડ પર મોબાઈલ સિમ લઈને છેતરપિંડી કરવાના બનાવો પણ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. જેમાં ગુનેગારો ગુનો કરવા માટે અન્યના આધાર પર લીધેલા સિમકાર્ડનો ઉપયોગ સૌથી વધારે કરતા હોય છે. આથી આજે એ જરૂરી છે કે, આપણે એ પણ તપાસ કરતા રહીએ કે આપણા આધારકાર્ડનો ઉપયોગ કરીને કોઇએ મોબાઇલનું સિમકાર્ડ તો ઇશ્યુ નથી કર્યું ને.

તમારા આધારકાર્ડ પર કેટલાં સિમકાર્ડ એટલે કે કેટલાં મોબાઇલ નંબર એક્ટિવ છે તેની જાણકારી મેળવવા માટે સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. એક ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) નામ આપવામાં આવ્યું છે. આ પોર્ટલના આધારે યુઝર્સ પોતાના આધાર નંબર સાથે જોડાયેલા તમામ મોબાઇલ નંબરોની તપાસ કરી શકે છે.

આ પોર્ટલ પર તમે ન તો માત્ર પોતાના આધાર સાથે લિંક સિમકાર્ડની જાણકારી મેળવી શકો, પરંતુ જો કોઇ મોબાઇલ નંબર તમારી જાણકારી વિના તમારા આધાર નંબર સાથે લિંક છે તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો. એટલું જ નહીં તમે તમારા જૂના નંબરોને પણ આધાર સાથે અનલિંક કરી શકો છો કે જેનો ઉપયોગ હવે તમે નથી કરી રહ્યાં.

આ રીતે Check કરી શકશો કે તમારા આધાર પર કેટલાં સિમ છે એક્ટિવ!

  • સૌ પહેલાં https://tafcop.dgtelecom.gov.in/ પર ક્લિક કરો.
  • હવે અહીં જ્યાં જરૂરી છે ત્યાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો.
  • ત્યાર બાદ 'રિકવેસ્ટ OTP' બટન પર ક્લિક કરો.
  • હવે તમારા મોબાઈલ નંબર પર આવેલા OTP ને એન્ટર કરો.
  • હવે તમારા આધાર નંબર સાથે સંબંધિત તમામ નંબરો વેબસાઇટ પર દેખાશે.
  • અહીં તમે એવાં નંબરોની જાણ કરી શકો છો અને તેને બ્લોક પણ કરી શકો છો કે જેનો તમે ઉપયોગ નથી કરી રહ્યાં અથવા તો જેની હવે તમારે જરૂર નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Aadhaar Card TAFCOP fraud alert mobile simcard technology news mobile sim link with aadhar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ