બ્રેકિંગ ન્યુઝ
આજના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સને તમારી ફાઈનાન્શિયલ પ્લાનિંગનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. તેના વગર તમને નાણાકીય રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ તમારા સ્વાસ્થ્ય સંબંધિ જોખમોને કવર કરે છે.
ADVERTISEMENT

જો તમારી પાસે હેલ્થ ઈન્શ્યોરન્સ છે તો બીમાર થવા પર તમારા ઉપર નાણાકીય બોજો નહીં વધે. મોટાભાગે એવું સાંભળવા મળે છે કે હેલ્થ ઈન્શ્યોરન્સનું ક્લેમ કંપનીએ રિજેક્ટ કરી દીધુ. પરંતુ એવું કેમ થાય છે અને શું કરવું જોઈએ કે તમારો ક્લેમ રિજેક્ટ ન થાય.... આવો જાણીએ...
ADVERTISEMENT
ઈન્શ્યોરન્સ ક્લેમ નહીં થાય રિજેક્ટ
હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમ માટે જરૂરી છે કે પોલિસીના નેટવર્કમાં શામેલ હોસ્પિટલમાં જ સારવાર કરાવવામાં આવે. બ્લેકલેસ્ટેડ કે પ્રતિબંધિત હોસ્પિટલોથી બચવું જોઈએ. તેના ઉપરાંત તમારે ક્લેમ માટે ઓછામાં ઓછી 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે. ખોટી પોલિસી નંબર એડ કરવાથી બચવા માટે તેની ડિટેલ્સને સંભાળીને રાખો. એવી સર્વિસ જે તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમમાં શામેલ નથી તેના વિશે તમને જાણકારી હોવી જોઈએ.
.jpg)
ADVERTISEMENT
દર્દીને રિમ્બર્સમેન્ટ 30 દિવસની અંદર આપવામાં આવે છે. આ સમય હોસ્પિટલ સારવારથી રજાની તારીખથી શરૂ થઈ જાય છે. જો તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ દ્વારા તમારી સારવાર કરવી રહ્યા છો તો જરૂરી છે કે ઈન્શ્યોરન્સ ક્લેમ માટે પોલિસીહોલ્ડરને 48-72 કલાક પહેલા આ સંબંધી જાણકારી આપવામાં આવે.
વધુ વાંચો: હવે બીમાર પડવા પર PF એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે રૂ. 1 લાખ, બસ આ રીતે કરો એપ્લાય
ADVERTISEMENT
ક્યાં કરી શકાય છે ફરિયાદ
જો તમારો ક્લેમ યોગ્ય છે અને વીમા કંપની તેને સ્વીકાર નથી કરી રહી તો તમે તેના સામે ફરિયાદ નોંધાવી શકો છો. પોતાની ફરિયાદ નોંધાવવા માટે આઈઆરડીએઆઈ પોર્ટલ પર વીમા ભરોસા સિસ્ટમ પર જાઓ. ગ્રાહક પોતાની ફરિયાદ @irdai.gov.in પર ઈમેલ પણ કરી શકે છે. ફરિયાદી આ નંબરો 155255/18004254732 પર પણ ફરીયાદ કરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.