ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / how to avoid cyber fraud read rbi guidelines

તમારા કામનું / સાયબર ફ્રોડથી બચવું છે? તો RBIની આ ગાઇડલાઇન વાંચી લેજો, નહીં પડે કોઇને કંઇ જ પૂછવાની જરૂર

Published By: Arohi

Last Updated: 12:49 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Guidelines On Cyber Fraud: આજકાલ સાઈબર ફ્રોડના કેસ ખૂબ વધારે વધી ગયા છે. ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે અમુક જરૂરી સુચન આપ્યા છે.

ADVERTISEMENT

જો તમે સાઈબર ફ્રોડના શિકાર થઈ ગયા છો અને તમે કોઈને પણ પોતાના પેમેન્ટની જાણકારી નથી આપી અને તમે 3 દિવસની અંદર જ પોતાની બેંકને સુચિત કરી દીધુ છે તો તમને કોઈ નુકસાન નહીં થાય. 

મોબાઈલ પર એક્ટિવ રાખો બેંક એલર્ટ 
પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ બેંકર રજીસ્ટર્ડ કરાવો જેથી તમને દરેક ટ્રાન્ઝેક્શન પર તરત સુચના મળી શકે. આ રીતે તમારા બેંક ખાતા, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી દરેક ટ્રાન્ઝેક્શન થવા પર તમને એસએમએસ એલર્ટ મળશે. જો તમે ઈમેલ રજીસ્ટર્ડ કરાવ્યું છે તો તમને ઈમેલ પર પણ સુચના આવશે. જો કોઈ સાઈબર ફ્રોડ થાય તો તમે તરત બેંકને સુચના આપી શકો છો. ફ્રોડથી થતા નુકસાનને ઓછુ કરવામાં એલર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે. 

બેંકના બધા કોન્ટેક્ટ સંભાળીને રાખો 
જો તમારૂ ડેબિટ કાર્ડ ખોવાઈ જાય છે, ચોરી થઈ જાય છે કે કોઈ સાઈબર ફ્રોડ થઈ જાય છે તો સૌથી પહેલા તમારે જલ્દીથી જલ્દી પોતાની બેંકને સુચના આપવી જોઈએ. મોટાભાગની બેંક પોતાના ગ્રાહકોને 24*7 સુવિધા આપે છે. જેમ કે વેબસાઈટ, ફોન બેંકિંગ, એસએમએસ, ઈમેલ, ટોલ-ફ્રી હેલ્પલાઈન. 

બેંક ખાતાની સુરક્ષા માટે 3 જરૂરી વાત
1.
પાસવર્ડ, પિન, ઓટીપી, સીવીવી કે કાર્ડની અન્ય જાણકારી કોઈને ન આપો. 
2. બેંક ક્યારે પણ તમારી બેંક ડિટેલ શેર કરવા માટે નથી કહેતી. જો કોઈ માંગે છે તો સમજી લો કે તે ઠગ છે. 
3. શંકાસ્પદ ફોન કોલ, ઈમેલ કે મેસેજ આવવા પર સતર્ક રહો. પરંતુ તમારી બેંકને સુચના આપો. 

વધુ વાંચો: હવે AI બતાવશે કે આપનું મૃત્યુ ક્યારે થશે, ડેથ કેલ્ક્યુલેટર બનાવવા માટે થઇ શકે છે ઉપયોગ

ફ્રોડ થયા બાદ સુચના આપવામાં મોડુ ન કરો 
જો તમારી સાથે કોઈ ફ્રોડ થઈ ગયું છે તો જેટલી જલ્દી બની શકે તમારી બેંકને સુચિત કરવું ખૂબ જ જરૂરી છે. મોડુ કરવા પર તમને નુકસાન ઉઠાવવું પડી શકે છે. જો તમે ફ્રોડ થયાના 4-7 વર્કિંગ ડેની અંદર બેંકને સુચના આપી દો છો તો તમને કોઈ નુકસાન નહીં થાય. ભલે ટ્રાન્ઝેક્શન તમારી ભૂલથી ન થયું હોય. 

સંકળાયેલા મુદ્દાઓ

RBI cyber fraud guidelines સાઈબર ફ્રોડ cyber fraud

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ