બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how to redeem credit card reward points

સાવધાની / Credit Card લીધા બાદ જરૂરથી કરો આ કામ, નહીં તો થશે નુકસાન

vtvAdmin

Last Updated: 10:55 AM, 16 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ક્રેડિટ કાર્જ પર મળનારો રિવોર્ડ પોઇન્ટ્સને નિર્ધારિત સમય પર રિડીમ કરી શકતા નથી તો તમને નુકસાન થઇ શકે છે. ચલો જાણીએ રિવોર્ડ પોઇન્ટ્સને રિડીમ કરવાની શું છે રીત.

આજના સમયમાં દરેક લોકો Credit Card જરૂર રાખે છે. આજે દરેક નોકરિયાત વ્યક્તિની જરૂરીયાત છે Credit Card જેની અદેખાઇ કરવી મુશ્કેલ છે. ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ આપવાની સાથે સાથે બેંક એને બીજી ઘણી સુવિધાઓ પણ આપે છે જેનાથી ગ્રાહક કાર્ડ લે. આ જ કારણ છે કે બેંક ક્રેડિટ કાર્ડની સાથે રિવોર્ડ પોઇન્ટ્સ આપે છે. ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર કેટલા રિવોર્ડ પોઇન્ટ મળશે એ નિર્ભર કરે છે કે કાર્ડધારક કેટલી રકમ ખર્ચ કરે છે. Credit Card પર મળતા રિવોર્ડ પોઇન્ટને નિર્ધારિત સમય પર રિડીમ કરી શકતા નથી તો તમને નુકસાન થઇ શકે છે. 

શું છે રિવોર્ડ પોઇન્ટ્સ
કોઇ પણ ગ્રાહક, Credit Card થી કરવામાં આવતી ખરીદી પર રિવોર્ડ પોઇન્ટ્સ મેળવી શકે છે. ક્રેડિટ કાર્જ પર ખર્ચ કરવામાં આવેલી રકમ પર તમને નિશ્વિત રિવોર્ડ પોઇન્ટ્સ મળે છે. બેંક અને પ્રોડક્ટ્સના આધાર પર પ્રત્યેક પોઇન્ટની વેલ્યૂ 0.25થી લઇને 1 થઇ શકે છે. તમે છ મહિના અથવા વર્ષ દરમિયાન Credit Card ની કુલ ખરીદદારીના હિસાબથી જમા રિવોર્ડ પોઇન્ટ્સને એકત્રિત કરીને એનો ઉપયોગ કરી શકાય છે. 

રિવોર્ડ પોઇન્ટ્સનો કેવી રીતે કરશો ઉપયોગ 
ગ્રાહક ખર્ચ કરવાની સાથે જ રિવોર્ડ પોઇન્ટ્સ મેળવે છે, જેને નેટ બેકિંગ અથવા ફોન બેંકિંગ દ્વારા ઘણા પ્રોડક્ટ્સ અને વાઉચર્સ માટે રિડીમ કરી શકાય છે. પરંતુ સાથે ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જો સમય પર રિવોર્ડ પોઇન્ટ્સ રિડીમ કરવામાં આવ્યા નહીં તો એ લેપ્સ પણ થઇ શકે છે. એટલે કે ગ્રાહકોને એક્સપાયરી ડેટનું ધ્યાન રાખવું જરૂરી છે. 

શું છે વાપરવાની રીત
મોટાભાગની બેંક પોતાના ગ્રાહકોને Credit Card રિવોર્ડ પોઇન્ટના બદલે મળતી ગિફ્ટનું કેટલોગ ઉપલબ્ધ કરાવે છે. તમે એમાંથી ગિફ્ટ પસંદ કરી શકો છો. એમાં ક્રોકરી, ખાવાપીવાની ચીજો અને ગિફ્ટ વાઉચર અને કપડા વગેરે ખરીદી શકો છો. 

Image result for CREDIT CARD

ઘણી બેંક ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઇન્ટ રિડીમ કરવા પર રોકડ આપે છે. આ રોકડ તમારા ક્રેડિટ કાર્ડના બેલેન્સમાં જોડાઇ જાય છે. એનાથી તમે ખર્ચ કરવા અથના બિલ પેમેન્ટ જેવા ક્રેડિટ કાર્ડથી જોડાયેલા કોઇ પણ કામમાં પ્રયોગ કરી શકો છો. 

ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઇન્ટનો ઉપયોગ કરવાના પ્રોગ્રામમાં ઘણી બેંક પોતાના ગ્રાહકોને અન્ય સુવિધા પણ આપે છે. ગ્રાહક હોલીડે પેકેજ, હોટલ બુકિંગ વગેરે માટે ક્રેડિટ કાર્ડનો રિવોર્ડ પોઇન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Credit card business reward points ક્રેડિટ કાર્ડ alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ