બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / How did the Rajasthan hospital catch fire? What happened in the CCTV, the vehicles parked in the basement were burnt

દુર્ઘટના / રાજસ્થાન હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી? CCTVમાં દેખાયું શું બન્યું, ભોયરામાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ

Vishal Khamar

Last Updated: 04:16 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભોંયરામાં લાગેલી આગનાં સીસીટીવી સામે આવ્યા છે. શોર્ટસર્કિટનાં લીધે હોસ્પિટલનાં ભોયરામાં આગ લાગી હોવાનું અનુમાન છે. તો આગ લાગવાનાં કારણે પાર્કિગમાં રહેલ ગાડીઓ પણ બળીને ખાખ થઈ જવા પામી હતી.

  • અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલ આગનો મામલો
  • ભોંયરામાં લાગેલી આગનાં CCTV  આવ્યા સામે
  • આગ લાગવાનાં કારણે ભોંયરામાં પાર્ક કરેલ વાહનો બળીને ખાખ

અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હોસ્પિટલમનાં ભોંયરામાં એકાએક વહેલી સવારે એકાએક આગ લાગતા હોસ્પિટલમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભોંયરામાં લાગેલી આગનાં CCTV  સામે આવ્યા છે. હોસ્પિટલનાં ભોંયરામાં આગ શોર્ટ સર્કિટનાં લીધે લાગી હોવાનું અનુમાન લગાવવામાં  આવી રહ્યું છે. તેમજ આગ લાગવાનાં કારણે ભોંયરામાં પાર્ક કરેલ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.  

પરિજનોનો હોસ્પિટલ પર આક્ષેપ 
દર્દીઓના પરિવારજનોએ રાજસ્થાન હોસ્પિટલના મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. દર્દીઓના પરિવારજનોએ કહ્યું કે, હોસ્પિટલે દર્દીઓને શિફ્ટ કરવાનો નિર્ણય વહેલા લેવાની જરૂર હતી. તેઓએ કહ્યું કે, હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ પણ દર્દીઓને મુશ્કેલી નહીં પડે તેવું હોસ્પિટલ તંત્રએ કહ્યું હતું. આગ વિકરાળ બન્યા બાદ દર્દીઓને શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. શિફ્ટિંગ દરમિયાન કેટલાક દર્દીને ગુંગળામણ થઈ રહી હતી. 

અઢી કલાક સુધી નિર્ણય ન લઈ શક્યું મેનેજમેન્ટઃ દર્દીના પરિવારજનો
દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું કે, હોસ્પિટલમાં સવારે 3.30 વાગ્યે આગ લાગ્યા બાદ છેક 6 વાગ્યે દર્દીઓના શિફ્ટિંગનો નિર્ણય લેવાયો. લગભગ અઢી કલાક સુધી હોસ્પિટલનું મેનેજમેન્ટ નિર્ણય જ ન લઈ શક્યું કે તેઓને શું કરવું છે. અઢી કલાક બાદ અન્ય હોસ્પિટલોમાંથી એમ્બ્યુલન્સ મંગાવીને દર્દીઓનું શિફ્ટિંગ શરૂ કરાયું. તમામને ઓસવાલ ભવન ખાતે ખસેડાયા.  

6 વાગ્યાથી દર્દીઓનું શિફ્ટિંગ કરાયું શરૂઃ ઓસવાલ ભવનના ટ્રસ્ટી 
આગ બાદ દર્દીઓના શિફ્ટિંગ મામલે ઓસવાલ ભવનના ટ્રસ્ટીએ VTV ન્યૂઝને જણાવ્યું કે, સવારે 6 વાગ્યે મને હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટરનો ફોન આવ્યો હતો. જે બાદ 6 વાગ્યાથી દર્દીઓને ઓસવાલ ભવન શિફ્ટ કરવાનું શરૂ કરાયું છે.  100થી વધુ દર્દીઓને ઓસવાલ ભવન ખાતે લાવવામાં આવ્યા છે. તમામ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે અહીં વ્યવસ્થા કરાઈ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ