how can renew your driving license see full process
પ્રોસેસ /
ઘરે બેઠાં મિનિટોમાં જ કરાવી લો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યૂ, આ જરૂરી છે ડોક્યુમેન્ટસ અને પ્રોસેસ
Team VTV07:00 AM, 11 Jan 21
| Updated: 09:15 AM, 11 Jan 21
દેશમાં કોરોનાના કારણે ભીડથી દૂર રહેવું જરૂરી બન્યું છે. આ સમયે જો તમારે ડ્રાઈવિંગ લાયસન્સ (Driving license) રિન્યૂ કરાવવુ છે તો તમાર હેરાન થવાની જરૂર નથી. તમે ઘરે બેઠાં તેને મિનિટોમાં રિન્યૂ કરાવી શકો છો. તમારે ઘરની બહાર પણ જવું પડશે નહીં, તો જાણી લો શું છે આ માટેની ઓનલાઈન અને સરળ પ્રોસેસ.
આ રીતે કરાવો ડ્રાઈવિંગ લાયસન્સને રિન્યૂ
ઘરે બેઠા મિનિટોમાં થઈ જશે તમારું કામ
જાણી લો ઓનલાઈન પ્રોસેસ અને ડોક્યૂમેન્ટ્સ
કેવી રીતે કરાવી શકાય છે રિન્યૂ
સૌ પહેલાં તમારે પરિવહન વિભાગની અધિકારીક વેબસાઈટ parivahan.gov.in પર જવાનું રહેશે.
અહીં તમારે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત સેવાઓ પર ક્લિક કરવાનું રહે છે.
આ પછી અહી તમને ડીએલ સેવાઓનું ઓપ્શન મળે છે, તેની પર ક્લિક કરો
અહીં તમારો લાયસન્સ નંબર અને જરૂરી જાણકારી ભરો.
અહીં જરૂરી ડોક્યૂમેન્ટ્સ પણ અપલોડ કરો.
આ પછી નજીકની આરટીઓ ઓફિસ જઇને સ્લોટ બુક કરવા માટે પેમેન્ટ કરો.
આરટીઓમા બાયોમેટ્રિક ડિટેલ્સ ચેક થશે અને ડોક્યૂમેન્ટ્સ વેરિફાઈ થશે.
આ પછી લાયસન્સ રિન્યૂ થઈ જશે.
તમે આ રીતે તમારી આરસી બુક પણ રિન્યૂ કરી શકો છો.
આ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર
સૌ પહેલાં ફોર્મ ડી ડાઉનલોડ કરીને તેને ભરો.
હવે સ્કેન કરીને તેને અપલોડ કરો.
જો તમારી ઉંમર 40 વર્ષથી વધારે છે તો તમારે કોઈ સર્ટિફાઈડ ડોક્રથી ભરાવેલું ફોર્મ 1 સબમિટ કરવાનું રહેશે.
ઓરિજિનલ એકસપાયર્ડ લાયસન્સ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને આધાર કાર્ડના ફોટો અપલોડ કરવાના રહેશે.
ભરવો પડે છે દંડ
વિભાગ તરફથી કહેવાયું છે કે ડીએલ એક્સપાયર થયા બાદ રિન્યૂ કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે. તમે 30 દિવસ પછી તેને રિન્યૂ કરાવો છો તો તેને ફાઈન આપવાનો રહે છે. આ માટે તમે જલ્દી જ આ કામ કરાવી લો તે જરૂરી છે.
જો તમે ડ્રાઈવિંગ લાયસન્સ માટે એપ્લાય કર્યું છે તો આ ડોક્યુમેન્ટ્સ જરૂરી રહે છે
જ્યારે પણ ડ્રાઈવિંગ લાયસન્સ માટે એપ્લાય કરો ત્યારે સૌ પહેલાં લર્નિંગ લાયસન્સ બનાવાય છે. જેની સીમા 6 મહિના સુધીની હોય છે. જો તમે પરમેનન્ટ ડ્રાઈવિંગ લાયસન્સ માટે એપ્લાય કરો છો તો ફોટો આઈડી કાર્ડ, રેસિડન્સ એડ્રેસ પ્રૂફની જરૂર રહે છે. આ માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી કાર્ડ જરૂરી છે જો તમે આરટીઓની ટેસ્ટમાં પાસ થઈ જાઓ છો તો તમારું લાયસન્સ 30 દિવસમાં બાય પોસ્ટ તમને ઘરે મળી જાય છે.