બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:44 PM, 7 November 2022
ADVERTISEMENT
વર્ષ 2022 નુ બીજુ અને છેલ્લુ ચંદ્રગ્રહણ 8 નવેમ્બરનાં રોજ દેખાવાનું છે. તેમજ તે દિવસે કાર્તિકી પૂર્ણિમા પણ હોઈ આ દિવસે દેવ દિવાળી પણ મનાવવામાં આવશે. તો આવો જાણએ 8 નવેમ્બર થનાર ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી જાણકારી અને તેની અસર વિશે.....
ચંદ્ર ગ્રહણનુ સૂતક ક્યારથી થશે?
ગ્રહણ 6.19 વાગ્યે પૂર્ણ થઇ જશે. 6.19 થયા બાદ ઉપછાયા ચંદ્ર ગ્રહણ શરૂ થશે જે 7.26 સુધી રહેશે. ઉપછાયા ગ્રહણની ધાર્મિક માન્યતા હોતી નથી. ગ્રહણના કારણે દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમા સંબંધિત શુભ કામ માટે અમુક ખાસ વાતોનુ ધ્યાન રાખવુ પડશે.
ADVERTISEMENT

2023 માં થશે આંશિક સૂર્યગ્રહણ
ભારતમાં દેખાવા વાળું હવે પછીનું સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 નાં રોજ દેખાશે. પરંતું ઓક્ટોમ્બર 2023 માં ભારતમાં એક નાનું આંશિક ગ્રહણ દેખાવાનું છે.
ADVERTISEMENT
ક્યા ક્યા શહેરોમાં દેખાશે ચંદ્ર ગ્રહણ
દિલ્લી, ચેન્નઈ મુંબઈ અને બેંગલોર જેવા શહેરોની વાત કરીએ તો ત્યાં તબક્કો પૂર્ણ થયા બાદ જ ચાંદ નીકળશે. એ સમયે આંશિક ચંદ્રગ્રહણ ચાલી રહ્યું હશે. આ શહેરોમાં ચાંદ નિકળવાનાં સમયે ગ્રહણ અંશતઃ ચાલુ હશે.
ગ્રહણ દરમ્યાન ક્યા કામો ન કરાય
ADVERTISEMENT
દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમા સાથે જોડાયેલા સારા કામ ક્યારે કરશો?
ADVERTISEMENT
સૂતકના સંબંધમાં ઉજ્જૈનના જ્યોતિષાચાર્યનુ કહેવુ છે કે ચંદ્ર ગ્રહણનુ સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા સવારે 5.38 વાગ્યાથી શરૂ થશે. કાર્તિક પૂર્ણિમા 7 નવેમ્બરે સાંજે આશરે 4.40 વાગ્યે શરૂ થશે, જે આગામી દિવસે એટલેકે 8 નવેમ્બરની સાંજ સુધી રહેશે. જેથી બે દિવસ દેવ દિવાળી છે. 7 નવેમ્બરે સાંજે દીપદાન કરી શકો છો. જો 8 નવેમ્બરે દીપદાન કરવા માંગો છો તો ગ્રહણ પુરૂ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. 6.19 વાગ્યે ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરો અને પછી દીવા કરો. દાન-પુણ્ય બંને દિવસ કરી શકો છો. ભગવાન સત્યનારાયણની કથા કરવા માંગો છો તો 7 નવેમ્બરે કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.