ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
અમેરિકામાં 5G ઇન્ટરનેટ સેવાની શરૂઆત
એર ઈન્ડિયાએ સુરક્ષાની ચિંતાઓ વચ્ચે સતત બીજા દિવસે અમેરિકા માટે તેની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે.
ADVERTISEMENT
આવું કરવા પાછળનું તેનું કારણ અમેરિકામાં 5G ઇન્ટરનેટ સેવાની શરૂઆત છે. આનાથી એરક્રાફ્ટ નેવિગેશન સિસ્ટમ પર ખતરાની શક્યતા વધી ગઈ છે.
પ્રેસિડેન્ટ બાઈડને શું કહ્યું?
ADVERTISEMENT
ફ્લાઈટ્સ રદ કરવાના દબાણમાં આવી ગયેલી યુએસ સરકારે 5G ઈન્ટરનેટ સર્વિસ કંપનીઓને તેમની કામગીરી મોકૂફ રાખવા જણાવ્યું છે. પ્રમુખ જો બિડેને કહ્યું કે કંપનીઓ હાલ તો United States Of America ના મહત્વના એરપોર્ટની આસપાસ 5G સર્વિસ રદ કરવા સંમત થઈ છે.
AT&T અને Verizon યુએસમાં નવી 5G સેવા પ્રદાન કરવા પર કામ કરી રહ્યાં છે. અગાઉ અભિનેત્રી જૂહી ચાવલાએ પણ તમામ જોખમોને ધ્યાનમાં રાખીને ભારતમાં 5G ટ્રાયલ પર પ્રતિબંધની માંગ કરીને કોર્ટનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
અમેરિકી એરલાઇન્સ કંપનીઓની ચેતવણી
ADVERTISEMENT
ખરેખર અમેરિકી એરલાઇન્સ કંપનીઓએ પણ પોતાની ફ્લાઇટ્સ રદ કરવા પર આ મામલે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બુધવારે શરૂ થઈ રહેલી સર્વિસ નવા 5G બેન્ડ સર્વિસ કેટલા વિમાનોને ઉડ્ડયનથી રોકી શકે છે. આ કારણે હજારો અમેરિકન સિટીઝન્સ વિદેશોમાં ફસાયેલા રહેશે એવી શક્યતા ઊભી થઈ હતી. આ પાછળનું કારણ શું છે? આ પ્રશ્નના જવાબમાં ઘણા લોકોને ઉત્સુકતા છે કે આવું શા માટે થાય છે કે. તો જાણો સવાલનો ડિટેલમાં જવાબ
5G વિમાનોથી કયો ખતરો?
ADVERTISEMENT
5G ઇન્ટરનેટ સેવા માટે જરૂરી સ્પેક્ટ્રમ C બેન્ડ પર આધારિત છે, જે સ્પેક્ટ્રમની 3.7-3.98 GHz (ગીગાહર્ટ્ઝ) રેન્જમાં છે. બીજી તરફ, ઉડ્ડયન વખતે એરક્રાફ્ટની ઊંચાઈ માપવા માટે અલ્ટિમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે 4.2-4.4 GHz પર કાર્ય કરે છે.
ઓટોમેટિક લેન્ડિંગમાં પણ તકલીફ થઈ શકે છે.
એરલાઇન્સનું કહેવું છે કે 5G ઇન્ટરનેટ સેવા માટે નિર્ધારિત સ્પેક્ટ્રમ બેન્ડ્સ અલ્ટીમીટર ઓપરેટ કરવા માટે જરૂરી સ્પેક્ટ્રમ બેન્ડની આસપાસ હશે, તેથી અલ્ટિમીટરની ચોક્કસ કામગીરીમાં ખલેલ પડી શકે છે. બીજી મહત્વની વાત એ છે કે ઓલ્ટિમીટરનો ઉપયોગ માત્ર એરક્રાફ્ટની ઊંચાઈ માપવા માટે જ નહીં પરંતુ ઓટોમેટિક લેન્ડિંગમાં પણ થાય છે. સાથે તે ખતરનાક કરન્ટ્સ શોધવામાં પણ મદદ કરે છે જેણે વિન્ડ શિયર કહેવામાં આવે છે.
સ્પેક્ટ્રમ રેન્જની ઝંઝટ
ઈન્ટરનેટ સપીડ કેટલી વધારે હશે એ સ્પેક્ટ્રમ ફ્રિક્વન્સીની ઝડપ પર આધાર રાખે છે. માટે 5G ની ફૂલ સપીડ મેળવવા માટે કંપનીઓ ઊંચી ફ્રિક્વન્સી પર સંચાલન કરવાની મંજૂરી મેળવવા માંગે છે. અમુક બેન્ડ સ્પેક્ટ્રમનો ઉપયોગ સેટેલાઇટ રેડિયો માટે થાય છે પણ 5G ટ્રાન્ઝીશનનો મતલબ છે કે ઊંચી ફ્રિક્વન્સીવાળ સ્પેક્ટ્રમમાં ટ્રાફિક ખૂબ વધી જશે.
કંપનીઓ એરપોર્ટ નજીક 5G સેવા બંધ કરશે
જો કે, યુ.એસ.માં, 5G ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ વેરિઝન અને AT&T ની દલીલ છે કે લગભગ 40 દેશોમાં એરક્રાફ્ટના સંચાલનમાં કોઈપણ વિક્ષેપ વિના 5G સેવા શરૂ થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે જે રીતે ફ્રાન્સમાં એરપોર્ટની આસપાસ બફર ઝોન બનાવવામાં આવ્યા છે, તેવી જ રીતે યુએસના 50 એરપોર્ટસની આસપાસ પણ છ મહિના માટે 5જી સેવા બંધ કરી દેવી દેવામાં આવે.
તો પછી આ દેશોમાં 5G ને લઈને કોઈ સમસ્યા કેમ નથી?
યુરોપિયન યુનિયને 2019માં મિડ રેન્જ 5G ફ્રીક્વન્સીઝ માટે 3.4-3.8 GHz ની રેન્જ સેટ કરી હતી, જે યુએસમાં નિર્ધારિત 3.7-3.98 GHz રેન્જ કરતાં ઓછી છે.
યુરોપના 27 દેશોમાં 5G સેવા કોઈપણ સમસ્યા વિના કાર્યરત છે. ફ્રાન્સમાં આ રેન્જ 3.6-3.8 GHz નક્કી કરવામાં આવી છે.
દક્ષિણ કોરિયામાં 5G સેવા એપ્રિલ 2019 થી 3.42-3.7 GHz રેન્જ પર ચાલી રહી છે. આ દેશોમાં, એરપોર્ટની બાજુમાં પણ 5G સેવા કાર્યરત છે, પરંતુ હજી સુધી ફ્લાઇટ્સ પર અસરનો કોઈ કેસ નોંધાયો નથી. યુએસ 5G સર્વિસ પ્રોવાઈડર્સ વેરિઝોને ખાતરી આપી છે કે તે આગામી કેટલાક વર્ષો સુધી હાઇ-બેન્ડ સ્પેક્ટ્રમનો ઉપયોગ નહીં કરે.
અભિનેત્રી જુહી ચાવલા તો કોર્ટમાં પણ ગઈ હતી
ઉલ્લેખનીય છે કે અગાઉ બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ ભારતમાં 5G ટ્રાયલ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે 5Gનું રેડિયેશન આજની સરખામણીમાં 10 થી 100 ગણું વધારે હશે. તેણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે 5G નાગરિકો, પ્રાણીઓ, વૃક્ષો અને છોડને જોખમમાં મૂકે છે. તેમના મતે, જો 5G નેટવર્ક આવશે, તો પૃથ્વી પર કોઈ વ્યક્તિ, પ્રાણી, પક્ષી અથવા છોડ એક દિવસ માટે પણ રેડિયેશનથી બચી શકશે નહીં. જોકે, દિલ્હી હાઈકોર્ટે તેમના દાવાને ફગાવી દીધા હતા અને 5G ટ્રાયલ પર સ્ટે મૂકવાની તેમની માંગને ઠુકરાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ