ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાને ખોરે બેસાડતાં જ બાંગ્લાદેશી સ્પીકરે ઝેર ઓક્યું, ભારત પર લગાવ્યા પાયાવિહોણા આરોપ

વિશ્વ / પાકિસ્તાને ખોરે બેસાડતાં જ બાંગ્લાદેશી સ્પીકરે ઝેર ઓક્યું, ભારત પર લગાવ્યા પાયાવિહોણા આરોપ

Published By: Pravin Joshi

Last Updated: 05:46 PM, 26 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન પ્રવાસે ગયેલા બાંગ્લાદેશની સંસદના અધ્યક્ષ હાફિઝ ઉદ્દીન અહેમદે 1971 ના યુદ્ધમાં ભારતની ભૂમિકાને નકારીને નદીઓનું પાણી રોકવાનો અને શેખ હસીનાના શાસનમાં બાંગ્લાદેશને ભારતનું સંસ્થાન બનાવવાનો પાયાવિહોણો આરોપ લગાવ્યો છે.

ADVERTISEMENT

પાકિસ્તાનના પ્રવાસે પહોંચેલા બાંગ્લાદેશની સંસદના અધ્યક્ષ હાફિઝ ઉદ્દીન અહેમદે ભારત વિરુદ્ધ અત્યંત વાંધાજનક અને પાયાવિહોણા નિવેદનો આપ્યા છે. પાકિસ્તાનની ધરતી પરથી તેમણે ભારત પર નદીઓનું પાણી રોકવાનો, 1971 ના મુક્તિ સંગ્રામમાં બંગાળીઓની મદદ ન કરવાનો અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશને ભારત પર નિર્ભર બનાવી દેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. બાંગ્લાદેશમાં નવી સરકારની રચના બાદ પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવાના પ્રયાસો તેજ બન્યા છે, તેવા સમયે જ આ પ્રકારના ભારત વિરોધી નિવેદનો સામે આવ્યા છે.

didha - 2026-11-26T165847.321

ભારત વિરુદ્ધ એક પછી એક પાયાવિહોણા આક્ષેપો

પાકિસ્તાની પત્રકારો સાથેની વાતચીત દરમિયાન હાફિઝ ઉદ્દીન અહેમદે ભારત પર જળ પ્રવાહ અવરોધવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભારત 50 થી વધુ નાની-મોટી નદીઓના કુદરતી વહેણમાં અવરોધ ઊભો કરી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, ભારત બંધ બાંધીને ઉત્તર બાંગ્લાદેશના મોટા વિસ્તારને દુષ્કાળગ્રસ્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંસદ અધ્યક્ષે ભારતની આ કથિત કાર્યવાહીને પાણી દ્વારા દબાણ લાવવાની રણનીતિ એટલે કે 'જળ હિંસા' ગણાવી હતી.

didha - 2026-11-26T165914.838

1971 ના મુક્તિ સંગ્રામના ઐતિહાસિક સત્યને નકાર્યું

હાફિઝ ઉદ્દીન અહેમદે 1971 ના યુદ્ધ અંગે પણ તદ્દન જૂઠાણું ચલાવતા ભારત પર નિશાન સાધ્યું હતું. તેમણે એવો દાવો કર્યો કે 1971 માં ભારતે બંગાળીઓની કોઈ મદદ કરી ન હતી, પરંતુ માત્ર પાકિસ્તાનને નબળું પાડવાના હેતુથી કામ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે હવે બંગાળી જનતા આ વાસ્તવિકતા સમજી ચૂકી છે. જોકે, તેમનું આ નિવેદન ઐતિહાસિક તથ્યોથી તદ્દન વિપરીત છે. વાસ્તવમાં, 1971 ના મુક્તિ સંગ્રામમાં ભારતે બાંગ્લાદેશની આઝાદીની લડતમાં મુક્તિ વાહિનીને તાલીમ અને સૈન્ય સહાય પૂરી પાડી હતી. આ યુદ્ધ દરમિયાન ભારતે અંદાજે 1 કરોડ શરણાર્થીઓને આશરો પણ આપ્યો હતો અને ડિસેમ્બર 1971 માં ભારતીય સેનાએ પાકિસ્તાની સૈન્ય સામે સીધી કાર્યવાહી કરીને બાંગ્લાદેશને મુક્ત કરાવ્યું હતું. આમ, ભારતની નિર્ણાયક ભૂમિકાને સંપૂર્ણપણે નકારતું આ નિવેદન ઇતિહાસ સાથે જરાય મેળ ખાતું નથી.

શેખ હસીનાના શાસનને ભારતનું સંસ્થાન ગણાવ્યું

બાંગ્લાદેશની સંસદના અધ્યક્ષે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના 15 વર્ષના શાસન સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ જાણે કે ભારતનું એક સંસ્થાન બની ગયું હતું અને દેશની ભારત પરની નિર્ભરતા ખૂબ જ વધી ગઈ હતી. આ નિવેદન દ્વારા તેમણે બાંગ્લાદેશની અગાઉની સરકારની ભારત સાથેની નિકટતાને સીધી રીતે નિશાન બનાવી હતી.

આ પણ વાંચોઃ આજે કેજરીવાલ તો 8મીએ PM મોદીની રેલી, અત્યંત મહત્વની છે આ સીટ, જાણો કેમ?

નવી સરકાર બાદ બદલાઈ રહ્યું છે બાંગ્લાદેશનું વલણ

સંસદ અધ્યક્ષના આ નિવેદનોને માત્ર એક નેતાના અંગત વિચાર માનીને અવગણી શકાય તેમ નથી, કારણ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વધી રહેલી નિકટતા આની પાછળનું મુખ્ય કારણ છે. એક જ મુલાકાતમાં તેમણે જળ વિવાદ, 1971 નો ઇતિહાસ અને શેખ હસીનાના શાસન જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આ ઉપરાંત, તેમણે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન સાથે મળીને કામ કરવાની વાત પણ કરી છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે બાંગ્લાદેશની નવી સરકારમાં સામેલ કટ્ટરપંથી તત્વો પોતાના દેશના હિતને બદલે ભારત વિરોધી વલણને પ્રાધાન્ય આપી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiaBangladesh Pakistan 1971War

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ