બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દિવાળી / દિવાળીમાં ઘરની સફાઈની નહીં રહે ઝંઝટ, હોમ ક્લીનિંગ એપ્સથી સરળતાથી પતાવો કામ
Last Updated: 05:09 PM, 22 October 2024
હવે તમારે ઘરની સફાઇ કરવા માટે મમ્મીનો ઠપકો સાંભળવો નહીં પડે. તમે ઘરે બેસીને તમારા ફોનથી ક્લીનિંગ ટીમને બોલાવી શકો છો. આ ટીમ તમારા આખા ઘરની સસ્તામાં સાફસફાઇ કરી આપશે. આમાં તમારે ફક્ત તમારા ફોનમાં આ એપ્સ ડાઉનલોડ કરવાની રહેશે અને તમારા બજેટ મુજબ તમારા ઘરને ચમકાવવા માટે ટીમને કૉલ કરી શકો છો.
ADVERTISEMENT

દિવાળી દરમિયાન ઘરની સફાઈ કરવી ક્યારેક સમસ્યા બની જાય છે, જો તમે પણ ઘરની સફાઈને લઈને ચિંતિત હોવ તો આ ઘરની સફાઈ એપ્સ તમારી મદદ કરી શકે છે. આ તમામ એપ્સ દ્વારા તમે ઘર સાફ કરવા માટે ટીમને કોલ કરી શકો છો. આ લોકો તમારા ઘરે આવીને ઘરને સંપૂર્ણપણે સાફ કરશે. તમને આ એપ્લિકેશન્સ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર મળશે. અહીં જાણો કઈ એપ્સની મદદથી તમે તમારા ઘરની સાફસફાઇ કરાવી શકો છો.
ADVERTISEMENT
આ એપ્સ મદદ કરશે
જેમાં નોબ્રોકર, અર્બન કંપની અને જસ્ટલાઈફનો સમાવેશ થાય છે. આ તમામ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર સારી રેટિંગ મળી છે. જો તમે ઈચ્છો તો આ દિવાળીમાં સ્વચ્છતા માટે આ એપ્સનો ઉપયોગ કરી શકો છો.
ADVERTISEMENT
અર્બન કંપની
ADVERTISEMENT
જો તમે ઘરની સફાઈ માટે અર્બન કંપનીને કૉલ કરો છો, તો તેઓ 1 BHK એપાર્ટમેન્ટની સફાઈ માટે રૂ. 3,199 ચાર્જ કરે છે. રૂમ અને ઘરના કદના આધારે કિંમત બદલાઈ શકે છે. નોંધનીય બાબત એ છે કે સફાઈ પદ્ધતિઓ અને મશીનો અલગ અલગ છે, જેમાં ક્લાસિક, પ્રીમિયમ અને પ્લેટિનમ કેટેગરીનો સમાવેશ થાય છે. તમે કંપનીને તેની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અને સંપૂર્ણ સેવાની વિગતો કાળજીપૂર્વક વાંચીને કૉલ કરી શકો છો.

ADVERTISEMENT
જસ્ટલાઈફ
આ પ્લેટફોર્મ પર ઘરની સફાઈ, પીસીઆર, મહિલા સલૂન, સ્પા, ફર્નિચરની સફાઈ, એસી સફાઈ, પ્રીમિયમ મેન્સ ગ્રૃમિંગ, લેબ, પેસ્ટ કંટ્રોલ અને ડિસઇન્ફેક્શન સેવાઓ ઉપલબ્ધ છે. અહીં તમને સેમ ડે અવેલેબિલિટિ મળે છે, તમે 60 સેકન્ડમાં તમારું બુકિંગ કરી શકો છો.
ADVERTISEMENT
દિવાળી 2024 / ઘરમાં થશે પૈસાનો વરસાદ, બસ ધનતેરસ પર જો ઘરે લઇને આવશો આ 5 ચીજ
નોબ્રોકર એપ્લિકેશન દ્વારા બુકિંગ
નોબ્રોકર હોમ ક્લીનિંગ એપ દ્વારા તમે તમારા ઘરને સરળતાથી સાફ કરાવી શકો છો. NoBroker એપ તેના પ્રોફેશનલ વર્કર્સને જ મોકલે છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.4 રેટિંગ મળ્યું છે, પ્લેટફોર્મ પરથી 1 કરોડથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. તેમના પ્લાન ઘણી ઉંચી કિમતથી શરૂ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.