Hotel manager dies of sudden heart attack in Daman
VIDEO /
વધુ એકનું હાર્ટ એટેકથી મોત: મોપેડ પર શાંતિથી બેઠેલો શખ્સ એકાએક ઢળી પડ્યો, સામે આવ્યાં ચોંકાવનારા CCTV
Team VTV09:27 AM, 23 Mar 23
| Updated: 10:33 AM, 23 Mar 23
સંઘપ્રદેશ દમણમાં અચાનક હાર્ટ એટેક આવી જતાં હોટલ સંચાલકનું મૃત્યુ નિપજ્યું છે. સમગ્ર ઘટના હોટેલના સીસીટીવીમાં કેદ થઈ છે.
સંઘપ્રદેશ દમણમાં એક જ પળ માં મોત
હોટલ સંચાલકને આવ્યો હાર્ટ અટેક
મોપેડ પર બેઠા બેઠા ઢળી પડ્યા સંચાલક
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકની સમસ્યા પહેલા વૃદ્ધ લોકોમાં જોવા મળી રહી હતી, પરંતુ કેટલાક સમયથી ભારતમાં યુવાનો પણ આનો ભોગ બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકોને અચાનક હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ સંઘપ્રદેશ દમણમાં બન્યો છે. જેમાં એક હોટલ સંચાલકને હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા મોપેડ પર બેઠા બેઠા અચાનક હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 23, 2023
ફોનમાં વાત કરતા કરતા ઢળી પડ્યા
મળતી માહિતી મુજબ દમણના દેવકા તાઇવાડમાં રહેતા અને હોટલના બિઝનેસ સાથે સંકળાયેલા દિપક ભંડારી નામના 52 વર્ષીય આધેડ ગઈકાલે સવારે 10થી 10:30ના સુમારે તેમની જ હોટેલના કમ્પાઉન્ડમાં મોપેડ પર બેસીને અન્ય વ્યક્તિઓ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક નીચે ઢળી પડ્યા હતા. જે બાદ તેમના સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે દિપકભાઈને મૃત જાહેર કર્યા હતા.
ઘટના સીસીટીવીમાં કેદ
દેવકાની પ્રતિષ્ઠિત હોટલના માલિકના અચાનક હાર્ટ એટેકથી મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં અને પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. હોટલ માલિકના અચાનક મોતની સમગ્ર ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી.