બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Honey trap again in Ahmedabad, the girl recorded a nude video and threatened the young man and extorted 1 lakh

અમદાવાદ / FBમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હની ટ્રેપ, મીઠી મીઠી વાતો કરી બોપલના યુવકનો ન્યૂડ વીડિયો બનાવ્યો, 1 લાખ પડાવ્યા

Priyakant

Last Updated: 05:55 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Honey Trap News: અમદાવાદમાં FB પર સ્વરૂપવાન યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને યુવકે 1 લાખ ગુમાવ્યા, ફેસબુક પર મિત્રતા કેળવીને વોટ્સએપ નંબર મેળવી લીધા બાદ યુવતીએ યુવકને વીડિયો કોલ કર્યા બાદ ધમકી આપી

  • અમદાવાદમાં ફરી એક યુવક હની ટ્રેપમાં ફસાયો 
  • યુવતીએ ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી યુવકને ધમકી આપી
  • FB પર સ્વરૂપવાન યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી અને યુવકે 1 લાખ ગુમાવ્યા

અમદાવાદ સહિત ગુજરાતભરમાં વારંવાર પોલીસ અને સાઈબર ક્રાઈમના અધિકારીઓ દ્વારા લોકોને છેતરપિંડીથી બચવા માટે સલાહ આપવામાં આવે છે. આમ છતાં આ પ્રકારના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના બોપલમાં રહેતા યુવકે રૂપાળી અને અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ જોઈને તરત સ્વીકારી લીધા બાદ એક લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. યુવતીએ મીઠી મીઠી વાતો કરી યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને રૂપિયા નહીં આપે તો વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી. 

અમદાવાદનાં શીલજમાં રહેતા વિરાજે બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણી યુવતી સહિત ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિરાજ ઇન્ટિરિઅલ ડિઝાઇનિંગનું કામકાજ કરે છે. થોડા દિવસ પહેલાં વિરાજને ફેસબુકમાં એક પાયલ શર્મા નામની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. આ રિકવેસ્ટ વિરાજે એક્સેપ્ટ કરી અને પછી બંને વાત કરવા લાગ્યા ધીરે ધીરે કરતાં પાયલે વિરાજનો એટલો બધો વિશ્વાસ જીતી લીધો કે, આ વિરાજ તેના પર આંખ બંધ કરી વિશ્વાસ કરવા લાગ્યો. આ બાદ વિરાજે પાયલને વોટ્સએપ નંબર આપ્યો જે પછી બંને વોટ્સએપ પર વાતો કરવા લાગ્યા. પાયલે વિરાજને કહ્યું રાતે વિડીયો કોલ કરજે. પાયલે વિરાજનો ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી દીધો હતો અને ફક્ત 10 સેકેંડમાં જ વીડિયો કોલ કટ કરી નાખ્યો હતો. વીડિયો કોલ પૂરો થયા બાદ પાયલે વિરાજને ન્યૂડ વીડિયો મોકલ્યો હતો.   

વીડિયો કોલ પૂરો થયો અને પછી.....
આ તરફ વીડિયો કોલ પૂરો થયા બાદ પાયલ વિરાજને બ્લેકમેઈલ કરવા લાગી અને આ વીડિયો તે સોશિયલ મીડિયા પર ફરતો કરી દેશે તેવી ધમકી આપવા લાગી અને રૂપિયાની માગ કરવા લાગી હતી. વિરાજે પાયલને ટુકડે ટુકડે રૂપિયા આપ્યા હતા. વિરાજે કહ્યું હતું કે, તારો વીડિયો અન્ય મિત્રોને મોકલીશ તેમ કહીને ફરી રૂપિયા માગ્યા હતા. વિરાજે યુવતીની જાળમાં ફસાઈને એક લાખ રૂપિયા પાયલ અને તેના સાગરીતોને આપી દીધા હતા.   

ફોન કરી વધુ રૂપિયાની વધુ માંગ કરી 
વિગતો મુજબ આટલા રૂપિયા આપવા છતાં પાયલ વિરાજને ફરીથી કોલ કરી રૂપિયાની વધુ માગ કરતી હતી. આથી વિરાજે તરત જ બોપલ પોલીસ સ્ટેશનમાં પાયલ અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસ તરત જ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ