ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ટેક અને ઓટો / home ministry issued new cyber crime helpline number

કામની વાત / સાઈબર ક્રાઈમની ફરિયાદ માટે લોન્ચ થયો નવો હેલ્પલાઈન નંબર, સેવ કરી રાખજો આ નંબર

Published By: Pravin

Last Updated: 07:59 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિજી઼ટલ લેવડ દેવડ વધતા દેશમાં સાઈબર ક્રાઈમ પણ વધવા લાગ્યા છે. ઠગ લોકો દરરોજ નવી નવી રીતે લોકોને ઓનલાઈન ફ્રોડનો શિકાર કરતા હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેન્દ્ર સરકારે નવો હેલ્પલાઈન નંબર લોન્ચ કર્યો છે.

ADVERTISEMENT

  • સાઈબર ક્રાઈમના વધી રહ્યા છે કિસ્સા
  • આ નંબર સેવ કરી રાખજો
  • દેશભરમાં જાહેર થયો નવો હેલ્પલાઈન નંબર

ડિજી઼ટલ લેવડ દેવડ વધતા દેશમાં સાઈબર ક્રાઈમ પણ વધવા લાગ્યા છે. ઠગ લોકો દરરોજ નવી નવી રીતે લોકોને ઓનલાઈન ફ્રોડનો શિકાર કરતા હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેન્દ્ર સરકારે ફરિયાયદ માટે 155260 નંબર જાહેર કર્યો હતો, પણ હવે તેની જગ્યાએ બીજા નંબર લોન્ચ કર્યો છે. આ નંબર ગૃહમંત્રાલયના નિર્દેશ પર જાહેર કરવામાં આવ્યો છે અને વેબસાઈટ પર પણ દેખાઈ રહ્યો છે, જે દેશભરમાં લાગૂ થશે. નવા જાહેર કરાયેલા આ નંબર પર કોલ કરીને આપ આપની ફરિયાદ નોંધાવી શકો છો. 

આ નંબર કર્યો લોન્ચ

ગૃહમંત્રાલયે 155260ની જગ્યાએ 1930 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. સાઈબર એક્સપર્ટ શ્યામ ચન્દેલે જણાવ્યું હતું કે, સાઈબર ક્રાઈમના કેસોની સંખ્યા વધતાં ગૃહમંત્રાલયના નિર્દેશ પર પોલીસ વિભાગને એક નવો હેલ્પલાઈન નંબર 1930 શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર પહેલાથી સંચાલિત ટોલ ફી નંબર 155260ની જગ્યાએ લાગૂ થશે. ટોલ ફ્રી નંબરને તબક્કાવાર રીતે બદલાવામાં આવશે. નવો સાઈબર હેલ્પલાઈન નંબર 1930ની સાથે સાથે જૂનો 155260 નંબર પણ કામ કરશે.

તાત્કાલિક નોંધાવો ફરિયાદ


શ્યામ ચન્દેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોમાં દેશમાં ડિજીટલ તથા ઓનલાઈન બેંકીંગનું ચલણ વધી રહ્યું છે. તો દરરોજ સાઈબર ક્રાઈમ સાથે જોડાયેલી ઘટનાઓ પણ ઘટી રહી છે. જો કે, જ્યારે આપણી સાથે ક્યારેય આવું બને છે, તો જાણકારીના અભાવે આપણે છેતરપીંડી કરતા લોકો વિરુદ્ધ એક્શન લઈ શકતા નથી. ત્યારે આવા સમયે અમુક એવી રીત છે, જેમાં આપ મીનિટોમાં ફરિયાદ નોંધાવી શકો છો. તેના માટે સૌથી પહેલા સાઈબર પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે. તેના માટે સત્તાવાર પોર્ટલ (https://cybercrime.gov.in/)  પર જવાનું રહેશે.

રિકવર થઈ શકે છે રકમ

સાઈબર એક્સપર્ટ શ્યામ ચન્દેલે જણાવ્યું છે કે, જેવું કોઈની સાથે સાઈબર ફ્રોડ થયો છે, તો 1930 નંબર પર ફોન લગાવો, તો આપની સાથે જે ફ્રોડ થયું છે, તેના વિશે માહિતી લેવામાં આવશે. જેમ કે, ક્યાં અકાઉન્ટમાંથી રકમ કપાઈ છે, ફ્રોડ કેવી રીતે થયું. કેટલી રકમ કપાઈ, ત્યાંથી તેની તપાસ થશે અને સંબંધિત પોલીસ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે. આમ આવી રીતે આપની રકમ આપી આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Crime branch Cyber Crime Helpline numbers સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર Cyber crime

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ