બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Home Minister Amit Shah's Gujarat tour from tomorrow: India-Pakistan match will be attended

મુલાકાત / આવતીકાલથી ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ: ભારત-પાકિસ્તાનની મેચ સહિત આ કાર્યક્રમમાં આપશે હાજરી, કુળદેવીના દર્શને પણ જશે

Dinesh

Last Updated: 05:04 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat visit Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 13 ઓક્ટોબરથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે, જેઓ 14 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ નિહાળશે તેમજ અમદાવાદ, ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે

  • કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત
  • 3 દિવસીય ગુજરાત મુલાકાતે આવશે
  • ભારત-પાકિસ્તાનની મેચ નિહાળશે


World cup 2023 : ODI વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. ભારતની મેજબાનીમાં વન ડે વર્લ્ડ કપ શાનદાર રીતે રમાઈ રહ્યો છે. દર્શકો આતુરતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચની રાહ જોઈ રહ્યા છે. 14 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમવામાં આવશે. આ મેચને લઈ પાકિસ્તાનની ટીમ ગઈકાલે અમદાવાદ ખાતે આવી પહોંચી છે જ્યારે ભારતની ટીમનું આજે આગમન થયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ મેચ નીહાળવાના છે. જેઓ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

Ahmedabad News: અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે: સ્માર્ટ સિટી અમદાવાદને આપશે  કરોડોના વિકાસકાર્યોની ભેટ - YouTube

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભારત-પાકિસ્તાનની મેચ નિહાળશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 13 ઓક્ટોબરથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ 14 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નિહાળશે. તેમજ તેઓ અમદાવાદ, ગાંધીનગરના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. અત્રે જણાવીએ કે, અમિત શાહ માણસામાં કુળદેવીના દર્શનાર્થે જશે

અમિતાભ બચ્ચન અને રજનીકાંત આવશે અમદાવાદ ? 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત આ મેચ જોવા સ્ટેડિયમ પહોંચશે. અનુભવી ક્રિકેટર સચિન તેંડુલકર પણ સ્ટેડિયમમાં રહીને આ મેચ નિહાળશે. મેચ દરમિયાન આતશબાજી કે લેસર શો પણ થઈ શકે છે. જોકે BCCI કે ICCએ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ 
મહત્વનું છે ક , ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ