ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Home Minister Amit Shah will visit Gujarat tomorrow

મુલાકાત / ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે, પ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત આ કાર્યક્રમોમાં આપશે હાજરી

Published By: Mahadev Dave

Last Updated: 10:11 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત શાહ ગુજરાતમાં 2 દિવસ રોકાશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. જુઓ ક્યા ક્યા કાર્યક્રમમાં હાજરી આપશે.

ADVERTISEMENT

  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
  • આવતીકાલે લોકસભા કાર્યાલયનુ ઉદ્ઘાટન કરશે
  • ગાંધીનગરની NFSU ના કાર્યક્રમમાં પણ જોડાશે
  • ભાવનગરના સોનગઢના પ્રતિષ્ઠા મહોત્સવમાં જશે  

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહ્યાં છે. જેથી દરેક પક્ષના નેતાઓ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ ગુજરાતમાં 2 દિવસ રોકાશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28મીએ આવશે ગુજરાતના આંગણે, જાણો કયા કાર્યક્રમ  અંતર્ગત આપશે હાજરી | Union Home Minister Amit Shah will visit Gujarat on  August 28

ભાવનગરમાં યોજનારા કાર્યક્રમોમાં હાજરી આપશે

અમિત શાહ સાંજ સુધીમાં ગુજરાત આવ્યા બાદ તેઓ આગામી 2 દિવસ રોકાશે અને અલગ અલગ 3 કાર્યક્રમોમાં પોતાની હાજરી આપશે.આ સાથે જ તેઓ NFSU ખાતે 44માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સમ્મેલન હાજરી આપશે. મળતી માહિતી મુજબ અમિત શાહ સોમવારે સાંજે એટલે આજે સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદ આવ્યા બાદ.  તેઓ  ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. 23 જાન્યુઆરીએ તેઓ ગાંધીનગર અને ભાવનગરમાં યોજનારા કાર્યક્રમોમાં હાજરી આપશે.

વધુ વાંચો: મારામારી કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા કોર્ટે આપી રાહત, આ શરતે આપ્યા જામીન

ગાંધીનગરથી ભાવનગર સુધી પહોંચશે

અમિત શાહ 23 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે પાંચમા આંતરરાષ્ટ્રીય સંમેલન હાજરી આપશે. અમિત શાહ 44માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કરશે.  જે બાદ ગાંધીનગરથી તેઓ બપોરના 2 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગરથી ભાવનગર સુધી પહોંચશે. જ્યાં તેઓ ભાવનગરના સોનગઢમાં હાજરી આપશે. બાદમાં તેઓ અમદાવાદના રાણીપમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાશે. ત્યારબાદ મોડી સાંજે દિલ્લી જવા રવાના થશે.

સંકળાયેલા મુદ્દાઓ

amit shah gujarat અમદાવાદ અમિત શાહ ગુજરાત પ્રવાસ ગૃહમંત્રી અમિત શાહ લોક સભાની ચૂંટણી Amit Shah Gujarat Visit

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ