બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Court grants conditional bail to Dedyapada MLA Chaitar Vasava in forest worker beating case

નર્મદા / મારામારી કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા કોર્ટે આપી રાહત, આ શરતે આપ્યા જામીન

Published By: Dinesh Chaudhary

Last Updated: 09:41 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Narmada News: ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વન કર્મીને માર મારવા કેસમાં કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા, જ્યા સુધી કેસ ચાલે ત્યા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં.

  • ધારાસભ્ય ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર
  • ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ
  • વનકર્મીને માર મારવાનો ચૈતર વસાવા પર છે આરોપ

નર્મદાના ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વન કર્મીને માર મારવા કેસમાં કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. અત્રે જણાવીએ કે, ધારાસભ્યને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. જેને લઈ તેઓ જ્યા સુધી કેસ ચાલે ત્યા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. આ સમગ્ર કેસમાં ડેડીયાપાડા વનકર્મીને માર મારવાનો ચૈતર વસાવા આરોપ છે.

ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર
થોડા દિવસ અગાઉ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. જે બાદ પોલીસ દ્વારા ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે કોર્ટે ચૈતર વસાવાનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે રિમાન્ડ દરમ્યાન ચૈતર વસાવાને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું. ત્યારે બાદ અત્યારે કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા છે.

વાંચવા જેવું:  તેજસ્વી યાદવની ગુજરાતીઓ પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કહ્યું- અઠવાડિયા પછી આવો

જાણો સમગ્ર મામલો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરી ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને જતા વનવિભાગનના સબંધિત અધિકારીઓ દોડી ગયા હતા. જ્યા કામગીરી અટકાવી હતી. આ દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બીચકાયો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા પોલીસ ફરિયાદ ઉઠી હતી અને અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી. ત્યારે બાદ ચૈતર વસાવા વન વિભાગની પકડથી દૂર હતા. ત્યારબાદ તેમણે સરેન્ડર કર્યું હતું. હવે તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે
 

સંકળાયેલા મુદ્દાઓ

AAPના ધારાસભ્ય ચૈતર વસાવા Dedyapada MLA MLA Chaitar Vasava Narmada News ચૈતર વસાવાના શરતી જામીન Narmada News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ