બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Holika dahan 2024 These 4 people never perform Holi darshan, get very inauspicious results
Megha
Last Updated: 02:58 PM, 17 March 2024
હોળીકા દહન આ વર્ષે 24 માર્ચે કરવામાં આવશે અને રંગોની હોળી 25 માર્ચના રોજ રમાશે. હોળીકા દહનને લઈને ઘણી માન્યતાઓ છે, ઘણા લોકોએ હોળીકા દહનના દર્શન ન કરવા જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર જો હોળીકા દહનના દર્શન કરવામાં આવે તો ભવિષ્યમાં તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચાલો તેના વિશે જાણીએ
ADVERTISEMENT
આ લોકોએ હોળીકા દહનના દર્શન ન કરવા જોઈએ
ADVERTISEMENT
પ્રેગ્નેટ મહિલાઓ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગર્ભવતી મહિલાએ હોળીકા દહનની અગ્નિના દર્શન ન કરવા જોઇએ. તેને અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તે ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળક પર નકારાત્મક અસર કરી શકે છે. બાળકને ખરાબ પ્રભાવથી બચાવવા માટે હોળીકા દહનથી દૂર રહો.
નવજાત શિશુ
નવજાત બાળકોને પણ હોળી દહનથી દૂર રાખવા જોઈએ. હોળીકા દહનમાં લોકો પોતાની નકારાત્મક શક્તિઓને બલિદાન આપે છે. તેનો ધુમાડો નવજાત શિશુ માટે ખતરનાક બની શકે છે. તમારે તમારા નવજાત બાળકને હોળીકા દહનથી દૂર રાખવું જોઈએ.
નવા પરિણીત યુગલ
લગ્ન પછી મહિલાઓએ પહેલી હોળી ન જોવી જોઈએ. નવવિવાહિત યુગલ એટલે કે છોકરો અને છોકરી બંનેએ હોળીકા દહનથી દૂર રહેવું જોઈએ. હોળીકા દહન જોવાનું અશુભ માનવામાં આવે છે અને વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વધુ વાંચો: આજથી હોળાષ્ટક શરુ, 8 દિવસમાં ભૂલથી પણ ન કરતાં આ કામો, જે ફળદાયી છે તે જ કરજો
સાસુ અને વહુને સાથે ન જોવું જોઈએ
એક માન્યતા એવી પણ છે કે સાસુ અને વહુએ સાથે મળીને હોળીકા દહન ન જોવું જોઈએ. હોળીકા દહન એકસાથે જોવાથી બંનેના જીવન પર નકારાત્મક અસર પડે છે અને સંબંધોમાં તિરાડ પણ આવી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.