બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 09:11 AM, 17 March 2024
હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવારમાંથી એક છે. રંગ, ગુલાલ, ઉત્સવનો આ તહેવાર આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. રંગોની હોળી રમતા પહેલા હોળીકા દહન કરવામાં આવે છે અને ત્યાર બાદ બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે.
ADVERTISEMENT
આ વર્ષે હોળીકા દહન 24 માર્ચ 2024 ના રોજ થશે અને હોળી 25 માર્ચે ઉજવવામાં આવશે. સાથે જ હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટક 17 માર્ચથી એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે, જે 24 માર્ચે હોળીકા દહન સુધી ચાલશે અને હોળાષ્ટકનું સમાપન હોલિકા દહન સાથે થશે.
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં હોળાષ્ટકને શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ હોળાષ્ટકના આ 8 દિવસોમાં ક્યા કામ ન કરવા જોઈએ...
આ શુભ કાર્ય ભૂલથી ન પણ ન કરશો
- હોળાષ્ટક દરમિયાન હિંદુ ધર્મ સાથે સંબંધિત સોળ સંસ્કારો જેમ કે લગ્ન, મુંડન સહિત કોઈપણ શુભ કાર્ય કરતા નથી.
- હોળાષ્ટકમાં સોના-ચાંદીના આભૂષણ, ઘરનો સજાવટનો સામાન, કીમતી સામાન ખરીદવાથી બચવું જોઈએ.
- ફાગણ શુક્લ આઠમથી લઇને પૂનમ દરમ્યાન હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અને ઘરનુ નિર્માણ શરૂ ના કરવુ જોઈએ.
- નવદંપતીઓને ઘરમાં પહેલી હોળી જોવાની પણ મનાઈ છે.
- હોળાષ્ટકમાં યજ્ઞ, હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ના કરવા જોઈએ.
- હોળાષ્ટકમાં નવી દુકાન કે વ્યાપારનો શુભારંભ ન કરવો જોઈએ. નવી નોકરી જોઈન કરવી કે કોઈ અન્ય નવા કાર્ય કરવા પણ યોગ્ય નથી માનવામાં આવતા.
- જો આ દરમિયાન પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો તેની આત્માની શાંતિ માટે વિશેષ વિધિ કરવી જોઈએ.
વધુ વાંચો: શનિના ઉદય સહિત આ હોળીએ આવશે ચંદ્ર ગ્રહણ, કમળની જેમ ખીલી ઉઠશે આ રાશિઓનું ભાગ્ય
જ્યોતિષ મુજબ આ 8 દિવસના હોળાષ્ટકમાં સૂર્ય, ચંદ્ર, શનિ, શુક્ર, ગુરૂ, બુધ, મંગળ અને રાહુ ગ્રહ ઉગ્ર રહે છે. આ ઉગ્ર ગ્રહોની નકારાત્મક અસર માંગલિક કામો પર પડે છે તેથી હોળાષ્ટક દરમ્યાન શુભ કામ કરવાની મનાઈ હોય છે. આવો જાણીએ કે હોળાષ્ટકમાં કયા કામ ના કરવા જોઈએ.
લોકવાયકા મુજબ હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ હતો. તેનો દિકરો પ્રહલાદ હતો. હિરણ્યકશ્યપ ભગવાન વિષ્ણુને માનતો ન હતો અને તેના રાજ્યમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવતી ન હતી. પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. જ્યાં તક મળે તે પૂજા કરવા બેસી જતો હતો. આ વાત હિરણ્યકશ્યપને પસંદ ન હતી. ભક્તિ છોડાવવા હિરણ્યકશ્યપ પ્રહલાદને અનેક યાતના આપી હતી. આ યાતના હોળીકા દહનના આઠ દિવસ પહેલા શરૂ થઈ હતી. બસ આ માન્યતાના આધારે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.